હું પોતાના દમ પર રાજ્યનો વિકાસ કરી રહ્યો છું, કેન્દ્ર સરકાર તરફથી કોઇ મદદ નહીં : CM નીતીશ કુમાર
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ગુરૂવારના રોજ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાને કારણે કેન્દ્રની સરકાર પર નિશાન સાધ્યું હતું.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ગુરૂવારના રોજ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાને કારણે કેન્દ્રની સરકાર પર નિશાન સાધ્યું હતું. લગભગ ત્રણ મહિના પહેલા ભાજપ છોડીને મહાગઠબંધનમાં જોડાનારા મુખ્યમંત્રી નીતીશ કુમારે જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર પછાત રાજ્યોની મદદ નથી કરી રહી છે.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. આ સાથે નીતીશ કુમારનું કહેવું છે કે, બિહારનો વિકાસ રાજ્ય સરકાર પોતાની રીતે કરી રહી છે, કેન્દ્ર સરકાર તેમાં કોઇ મદદ કરતી નથી.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જણાવ્યું હતું કે, દેશના પછાત રાજ્યોને મદદ ન કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ જાણીજોઈને પ્રયાસ છે. બિહારને વિશેષ દરજ્જો આપવાની અમારી માંગ લાંબા સમયથી થઇ રહી છે, પરંતુ કેન્દ્ર તેને પૂર્ણ કરી રહ્યું નથી. જ્યારે અમે સત્તામાં આવ્યા હતા, ત્યારે અમે અમારી ક્ષમતા મુજબ વિકાસ કર્યો છે અને કરી રહ્યા છીએ.
અલ્પસંખ્યક કલ્યાણ વિભાગ દ્વારા ઉર્દૂ અનુવાદકોને નિમણૂક પત્ર વિતરણ કરવા માટે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું, જો કેન્દ્ર સરકાર બિહારને વિશેષ દરજ્જો આપે તો બિહારમાં વિકાસનું કામ બમણી ઝડપે થયું હોત, જ્યારે પણ અમે વિશેષ દરજ્જાની વાત કરો, કેન્દ્ર સરકાર મુકપ્રેકક્ષક બની છે. તેઓ આ માંગની સતત અવગણના કરી રહ્યા છે.
બિહારના મુખ્યમંત્રીએ કેન્દ્ર પર દેશમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો આરોપ પણ લગાવ્યો છે. નીતિશ કુમારે જણાવ્યું હતું કે, હવે કોઈને કેન્દ્ર સરકાર પર વિશ્વાસ નથી. ભાજપના કાર્યકરો જ સમાજમાં કોમી અશાંતિ ફેલાવી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી હું મુખ્યમંત્રી છું, ત્યાં સુધી તે બિહારમાં સફળ નહીં થાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
