પત્નીને ઇમ્પ્રેસ કરવા પતિએ હેક કર્યુ પાસપોર્ટ વેરિફિકેશન સિસ્ટમ, હવે જેલ ભેગો થયો
એક એન્જિનિયરે તેની પત્ની માટે પાસપોર્ટ વેરિફિકેશન સિસ્ટમ હેક કરી છે. બાદમાં પોલીસે તેની ગાઝિયાબાદથી ધરપકડ કરી હતી.
એક પરિણીત મહિલા મુંબઈમાં નોકરી કરતી હતી. તેનું વિદેશ જવાનું સપનું હતું, તેથી જ તેણે પાસપોર્ટ માટે અરજી કરી હતી. પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન થયું, પરંતુ મામલો અટવાઈ ગયો. તેણે આ વાત ગાઝિયાબાદમાં રહેતા તેના પતિને જણાવી જે વ્યવસાયે એન્જિનિયર છે. આ પછી, પતિએ પત્નીને પ્રભાવિત કરવા માટે ઉઠાવેલા પગલાં વિશે જાણીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.

એક 27 વર્ષીય વ્યક્તિએ તાજેતરમાં પાસપોર્ટ વેરિફિકેશન સિસ્ટમ હેક કરીને તેની પત્ની સહિત ત્રણ અરજદારોના ટેસ્ટ રિપોર્ટ ક્લિયર કર્યા હતા. આ અંગે વિભાગીય અધિકારીઓને જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. ઉતાવળમાં તેમણે આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. આ પછી જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ ઘટના ગાઝિયાબાદમાં રહેતા એક વ્યક્તિએ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર શાહની પત્નીએ સબમિટ કરેલા દસ્તાવેજો સાચા હતા અને તેમાં કોઈ સમસ્યા નહોતી, પરંતુ એફઆઈઆર બાદ શાહની પત્નીનો પાસપોર્ટ રોકી દેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, આરોપી તેની પત્નીને પ્રભાવિત કરવા માંગતો હતો અને તેણે સિસ્ટમને જ હેક કરી હતી. શંકા ટાળવા માટે, પત્ની સિવાય, અન્ય બેના વેરિફિકેશનને પણ મંજૂરી આપવામાં આવી હતી.
આ મામલે ગયા વર્ષે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં આઈપીસી અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી તેને સાયબર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ત્રણેય મહિલાઓને ક્લીનચીટ આપી હતી, પરંતુ ત્યારે જ જાણવા મળ્યું હતું કે આ કૌભાંડમાં નોઈડાના આઈપી એડ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, MEAએ એક અધિકારીને ક્લિયરિંગ ઓથોરિટીનો લોગિન આઈડી અને પાસવર્ડ આપ્યો હતો. એ જ હેક કરીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીઓએ ગયા વર્ષે 24 સપ્ટેમ્બરે પાસપોર્ટ શાખા બંધ હતી ત્યારે રજાના દિવસે ફાઈલ મંજૂર કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
