પુલવામા હુમલા પહેલા હુર્રિયત નેતાઓએ પાક વિદેશ મંત્રી સાથે કરી હતી વાત, જાણો તેમનો ઈતિહાસ
પુલવામા હુમલા પહેલા હુર્રિયત નેતાઓએ પાક વિદેશ મંત્રી સાથે વાત કરી હતી.
પુલવામા હુમલા બાદ સરકારે મોટો નિર્ણય લઈને જમ્મુ કાશ્મીર અલગાવવાદી નેતાઓને મળતી બધા પ્રકારની સુરક્ષા પાછી લઈ લીધી છે. આમાં મિરવાઈઝ, ઉમર ફારુક, અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, હાસીમ કુરશી અને શાબિર શાહ જેવા અલગાવવાદી નેતા શામેલ છે જેમની સુરક્ષા પાછી લઈ લેવામાં આવી છે. જો કે પાકિસ્તાનના સૌથી વધુ નજીક ગણાતા અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની આ યાદીમાં શામેલ નથી. સરકારે કહ્યુ કે ઘાટીના આ અલગાવવાદી નેતાઓને આપવામાં આવી રહેલી સુરક્ષા અને સરકારી વાહનોને આજે રવિવારે સાંજથી જ હટાવી દેવામાં આવશે. આ સપ્તાહે ગુરુવારે પુલવામામાં હુમલાથી થોડા દિવસો પહેલા પાકિસ્તાને હુર્રિયત નેતાઓ સાથે ફોન પર વાત કરી હતી. હુર્રિયત પર પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISI અને આતંકી સંગઠનો સાથે લિંક હોવાના ઘણી વાર પુરાવા સામે આવ્યા છે.

નેવુના દશકમાં બન્યા હતુ હુર્રિયત
નેવુના દશકમાં જમ્મુ કાશ્મીરમાં જ્યારે વિદ્રોહ પોતાની ચરમ સીમા પર હતો તે સમયે હુર્રિયતનો જન્મ થયો જેને ‘ઑલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ' કહેવામાં આવ્યુ. આમાં લગભગ 10 નાની મોટી અલગાવવાદી પાર્ટીઓ હતી જેમાં પીપલ્સ કોન્ફરન્સ (અબ્દુલ ગની લોન), જમાત એ ઈસ્લામી (સૈયદ અલી શાહ ગિલાની), અવામી એક્શન કમિટી (મીરવાઈઝ ઉમર ફારુક), પીપલ્સ લીગ (શેખ યાકુબ), ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (મોહમ્મદ અબ્બાસ અંસારી), મુસ્લિમ કોન્ફરન્સ (અબ્દુલ ગની બટ્ટ), જેકેએલએફ (યાસીન મલિક) અને જેકેએનએફ (નઈમ અહેમદ ખાન) શામેલ થયા. મીરવાઈઝ ઉમર ફારુકને આના ચેરમેન બનાવવામાં આવ્યા.

અલગ અલગ વિચારધારાઓની પોટલી બન્યુ હુર્રિયત
કાશ્મીરી અવામનો અવાજ બનવા માટે હુર્રિયત તો બની ગયુ પરંતુ થોડા મહિનાઓમાં જ્યારે આ બધા એકબીજાનું સાથે લડવાનુ શરૂ થયુ ત્યારે તેમની અસલિયત સામે આવી ગઈ. હુર્રિયત એક એવી પોટલી બનીને તૈયાર થયુ હતુ જેમાં અલગ અલગ વિચારધારાઓ હતી. છેવટે 2003માં હુર્રિયત બે ટુકડાઓમાં વહેંચાઈ ગયુ. સૈયદ અલી શાહ ગિલાનીના નેતૃત્વવાળુ જૂથ એ વાત પર અડગ હતુ કે નવી દિલ્લી સાથે ત્યારે જ સંભવ છે જ્યારે ભારતની કેન્દ્ર સરકાર એ સ્વીકાર કરે કે જમ્મુ કાશ્મીર એક વિવાદિત ટુકડો છે જ્યારે મીરવાઈઝના નેતૃત્વવાળુ જૂથ સરકાર સાથે વાતચીત ઈચ્છતુ હતુ. પરંતુ તેના અમુક વર્ષો બાદ તો મીરવાઈઝ ગ્રુપના પણ ટુકડા થઈ ગયા અને તેમની સાથે રહેતા યાસિન મલિક 2005માં પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં કાશ્મીરી અલગાવવાદીઓ સાથે મુલાકાત કરીને આવી ગયા અને ફરીથી હુર્રિયત વિખેરાવાનો જે સિલસિલો ચાલુ થયો તે થમ્યો જ નહિ.

પાકે પુલવામા હુમલા પહેલા કરી હતી હુર્રિયત નેતાઓ સાથે વાત
કાશ્મીર અંગે હુર્રિયત ક્યારેય એક જોવા ન મળ્યુ પરંતુ લગભગ અલગાવવાદી નેતાઓની લિંક પાકિસ્તાન સાથે જોડેયાલી જોવા મળી. નવી દિલ્લીએ ઓગસ્ટ 2014માં ઈસ્લામાબાદ સાથે વાત કરવા માટે હુર્રિયતને સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. જો કે ત્યારબાદ પણ પાકિસ્તાન અને હુર્રિયત નેતાઓ વચ્ચે વાતચીત બંધ ન થઈ. પુલવામા હુમલાથી બે સપ્તાહ પહેલા જ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ હુર્રિયતના નેતા મીરવાઈઝ અને ગિલાની સાથે ફોન પર વાત કરી હતી ત્યારબાદ ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે હુર્રિયત અને પાકિસ્તાનનો સંબંધ ઘણો જૂનો રહ્યો છે.

હુર્રિયતની પાકિસ્તાન લિંક
જુલાઈ 2001: જનરલ પરવેઝ મુશર્રફે પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાથે આગ્રા શિખર સંમેલન પહેલા નવી દિલ્લીમાં અલગાવવાદી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. એપ્રિલ 2005: રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે નવી દિલ્લીમાં કાશ્મીરના અલગાવવાદી નેતાઓ સાથે ફરીથી મુલાકાત કરી હતી.
એપ્રિલ 2007: પ્રધાનમંત્રી શૌકત અઝીઝે નવી દિલ્લીની યાત્રા પર પાકિસ્તાન હાઉસમાં અલગાવવાદી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તે સમયે અઝીઝ સાર્કના પ્રમુખ તરીકે ભારત આવ્યા હતા.
જુલાઈ 2011: પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે નવી દિલ્લીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં હુર્રિયત નેતાઓ સૈયદ અલી શાહ ગિલાની અને મીરવાઈઝ ઉમર ફારુકના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી.
નવેમ્બર 2013: પ્રધાનમંત્રી નવાઝ શરીફના સુરક્ષા અને વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે કાશ્મીર અલગાવવાદી નેતાઓ સાથે પાકિસ્તાન હાઈ કમિશનમાં મુલાકાત કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
