Coronavirus: જાણો ભારત સહિત અન્ય દેશોમાં કેટલા આકરા છે ક્વારંટાઈનના નિયમો
Coronavirus: જાણો ભારત સહિત અન્ય દેશોમાં કેટલા આકરા છે ક્વારંટાઈનના નિયમો
બેંગ્લોરઃ કોરોના વાયરસ મહામારીના લપેટામાં અત્યાર સુધીમાં વિશ્વભરના તમામ દેશ આવી ચૂક્યા છે. કોરોના વિરુદ્ધ આખું વિશ્વ એક એવી જંગ લડી રહ્યું છે કે જેમાં ના તો દુશ્મન જોવા મળે છે કે નાતો એ ખબર પડે કે કેવી રીતે હુમલો કરશે. આ સંક્રમણ ના ફેલાય અને તે સુનિશ્ચિત કરવા માટે દુનિયાભરના દેશોમાં લાખો લોકોને ક્વારંટાઈન કરવામાં આવ્યા છે. આટલા બધા પ્રયાસો કરવા છતાં સંક્રમણ ફેલાતું જ જાય છે.
આ સંક્રમણ ફેલાવવાનું સૌથી મોટું કારણ એ છે કે કોરોના વોઝિટિવ દર્દીઓ કાંતો ક્વારંટાઈનથી ભાગી રહ્યા છે અથવા સંપૂર્ણપણે નિયમોને ફોલો નથી કરી રહ્યા. આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે કેટલાય દેશોમાં નિયમ બહુ સખ્ત છે. કેટલાક દેશોએ તો કોરોના વાયરસના લપેટામાં આવ્યા બાદ ક્વારંટાઈનના નિયમોને વધુ કડક બનાવી દીધા છે. આવો જાણીએ કે ક્વારંટાઈનને લઈ કયા દેશમાં કેટલા સખ્ત નિયમ છે અને તેનું ઉલ્લંઘન કરનારને શું સજા આપવામાં આવે છે?

અમેરિકામાં આરોપ સિદ્ધ થવા પર ઉંમરકેદની સજા થઈ શકે
વાત જો અમેરિકાની કરીએ તો ત્યાં કોરોના વાયરસના લપેટામાં આવ્યા બાદ નિયમોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત જો કોઈપણ સાર્વજનિક સ્થળ પર કોઈપણ એવો વ્યક્તિ જોવા મળે જે ગ્રસિત હોય તો તેના પર દેશ વિરુદ્ધ આતંકવાદ ફેલાવવાના આરોપ અંતર્ગત કેસ ચલાવવામાં આવી શકે છે. એટલું જ નહિ, આરોપ સિદ્ધ થવા પર ઉંમરકેદ સુધીની સજા થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયામાં એક લાખ ડૉલરનો દંડ અને 10 વર્ષની કેદ
ઓસ્ટ્રેલિયામાં ક્વારંટાઈનને લઈ આ મહામારી ફેલાતી રોકવા માટે ઘણા સખ્ત નિયમો છે. ઓસ્ટ્રેલિયાની ભૌગોલિક સ્થિતિને કારણે બીજા દેશોમાં થનાર બીમારી બહારથી જ અહીં આવે છે. એવામાં બહારથી આવતા દરેક વ્યક્તિની સખ્ત તપાસ કરવામાં આવે છે. આ નિયમની અણદેખી કરવા પર તેમના ઉપર 220 ડૉલરના દંડનું પ્રાવધાન છે. આ ઉપરાંત તેના પર અપરાધિક મુકદમા પણ થશે. જેમાં એક લાખ ડૉલર સુધીનો દંડ અને 10 વર્ષની સજાનું પ્રાવધાન છે. જેની દેખરેખ ઓસ્ટ્રેલિયન ક્વારંટાઈન એન્ડ ઈંસ્પેક્શન સર્વિસ કરે છે.

દક્ષિણ કોરિયામાં કોરોનાને પગલે 7 લાખ દંડ કરી દેવાયો
દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ ફેલાયા બાદ નિયમોમાં પરિવર્તન કરતા દંડ અને સજા વધારી દેવામાં આવી છે. આ વાયરસના પ્રકોપથી પહેલા દંડની જે રાશિ 2 લાખ રૂપિયા હતી તેને હવે વધારીને સાત લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અહીં ક્વારંટાઈનના નિયમોને ના માનનારાઓ માટે પણ સજાનું પ્રાવધાન છે.

હોંગકોંગમાં અપરાધિક કેસ ચલાવવામાં આવે છે
હોંગકોંગમાં પ્રિવેંશન એન્ડ કન્ટ્રોલ ઑફ ડિજીજ ઑર્ડિનેંસ અંતર્ગત જો અધિકારીને શક થાય તો કોઈપણ વ્યક્તિ એવી બીમારીથી ગ્રસ્ત છે જે બીજાને ફેલાવી શકે છે તો તેને અને તેની સાથે જોડાયેલ તમામ ચીજોને પણ સીજ કરી શકાય છે. જો કોઈપણ વ્યક્તિ અધિકારીની વાત નથી માનતો તો અધિકારી તેની ધરપકડ કરી શકે છે અને તેના પર અપરાધિક કેસ ચલાવવાની ભલામણ કરી શકે છે. એટલું જ નહિ તે નિશ્ચિત વિસ્તારે પણ આઈસોલેશન અંતર્ગત ચિન્હિત કરી શકે છે. આ ઉપરાં તે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટને આદે આપવા માટે પણ હકદાર છે કે જે-તે વ્યક્તિને જતા-આવતા રોકી શકાય.

ઈટલીમાં ઉલ્લંઘન કરનારને ત્રણ હજાર યૂરોના દંડનું પ્રાવધાન
ઈટલીમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખી ક્વારંટાઈનના નિયમોને વધી કડક કરવામાં આવ્યા છે. હવે આના નિયમોને તોડનારાઓ પર દંડની રાશિને 2-6 યૂરોથી વધારીને ત્રણ હજાર યૂરો સુધી કરી દેવામાં આવી છે. હવે આ નિયમ તેમના પર પણ લાગૂ થાય છે જે કારણવીના જ રસ્તા પર ફરતા રહે છે.

ભારતમાં છે આ નિયમ
ભારતમાં 14 દિવસના ક્વારંટાઈનનું પાલન નથી કરતા તો ઈન્ડિયન પીનલ કોડની કલમ 269 270 અને 188 અંતર્ગત તેનું ઉલ્લંઘન કરનારની ધરપકડ કરવા સહિત દંડનું પ્રાવધાન છે. જણાવી દઈએ કે ગાયિકા કનિકા કપૂર વિરુદ્ધ તેની કલમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 269, 270 અને 188 અંતર્ગત લખનઉમાં કેસ નોંધવામાં આવ્યો હતો. કનિકા 13 અને 15 માર્ચ દરમિયાન કેટલીક પાર્ટીઓમાં સામેલ થઈ હતી. આ પાર્ટિઓમાં લગભગ 300 લોકો સામેલ થયા હતા. આ ઉપરાંત ભારતમાં 2005માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પાસ કરવામાં આવ્યા જેમાં આ સંબંધિત પ્રાવધાન છે. જે ક્વોરંટાઈનનું પાલન નથી કરતા તેમને એક વર્ષની સજા અને સરકાર દ્વારા નિર્ધારિત ધનરાશિનો દંડ ભરવો પડશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
