PM મોદીની સુરક્ષામાં કેવી રીતે થઈ આટલી મોટી ચૂક, MHA અધિકારીએ જણાવ્યુ કારણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં જે રીતે ચૂકનો મામલો સામે આવ્યો છે ત્યારબાદ તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે. જાણો ચૂકનુ કારણ.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં જે રીતે ચૂકનો મામલો સામે આવ્યો છે ત્યારબાદ તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે. આ દરમિયાન ગૃહ મંત્રાલય તરફથી પણ આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવીછે. આ સમગ્ર મામલે ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે પ્રદર્શનકારીઓને લઈને ખુફિયા ઈનપુટ પંજાબ પોલિસને આપવામાં આવ્યા હતા પરંતુ તેમછતાં પંજાબ પોલિસે બ્લૂ બુક નિયમોનુ પાલન કર્યુ નહિ. પીએમ માટે આકસ્મિક રસ્તો તૈયાર કરવામાં આવ્યો નહિ. તમને જણાવી દઈએ કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની બ્લૂ બુકમાં પ્રધાનમંત્રીની સુરક્ષાને લઈને દિશા-નિર્દેશ હોય છે.

બ્લૂ બુકનુ ન થયુ પાલન
ગૃહ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્યની પોલિસે બ્લૂ બુકના નિયમ મુજબ આકસ્મિક રસ્તો તૈયાર કરવાનો હોય છે જેનાથી વિપરીત પરિસ્થિતિમાં પ્રધાનમંત્રીને આ રુટથી લઈ જઈ શકાય. જે રીતની સ્થિતિ પંજાબમાં બની એ રીતની સ્થિતિમાં આકસ્મિક રસ્તાથી પીએમને લઈ જવા જોઈતા હતા કે જે ન થયુ. અધિકારીએ જણાવ્યુ ક આઈબીના અધિકારી સતત પંજાબ પોલિસના સંપર્કમાં હતા અને તેમણે પ્રદર્શનકારીઓને લઈને પંજાબ પોલિસને સતર્ક કર્યા હતા કે તે પીએમ મોદીના કાફલા તરફ વધી રહ્યા છે. પંજાબ પોલિસના અધિકારીઓએ એ વાતનુ આશ્વાસન આપ્યુ હતુ કે વીઆઈપીની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે.
શું કહે છે પ્રોટોકૉલ
જે સમયે પીએમ મોદીના કાફલાને પ્રદર્શનકારીઓ રોક્યો એ દરમિયાન એસપીજીના સુરક્ષાકર્મી સતત પ્રધાનમંત્રીની નજક રહે છે. જ્યારે બાકીના રાજ્ય પોલિસના સુરક્ષાકર્મી સુરક્ષાની વ્યવસ્થાની પુષ્ટિ કરે છે. કોઈ પણ પ્રકારની આકસ્મિક સ્થિતિનો સામનો કરવા માટે રાજ્યની પોલિસ એસપીજીને અપડેટ કરે છે અને તે મુજબ પ્રધાનમંત્રીનો રુટ બદલવામાં આવેછે. આ પહેલા 2021માં પણ પંજાબ બૉર્ડર પાસે પાકિસ્તાન તરફથી 150 ડ્રોન કેમેરા જોવા મળ્યા હતા. ઘણી ડ્રોનમાં ટિફિન બૉમ્બ, હેન્ડ ગ્રેનેડ, પિસ્ટલ અને રોકડ જોવા મળી હતી. ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યુ કે ખુફિયા એજન્સીઓથી સુરક્ષામાં થયેલ ચૂકને લઈને રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
એક્શનમાં ગૃહ મંત્રાલય
તમને જણાવી દઈએ કે 4 નવેમ્બરના રોજ પંજાબ પોલિસને ભારત-પાક સીમા પાસે ફિરોઝપુર જિલ્લામાં વિસ્ફોટકથી ભરેલુ બૉક્સ મળ્યુ હતુ. આ બૉક્સ એક ખેતર પાસે મળ્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિરોઝપુરમાં જ રેલી કરવાના હતા. તે ત્યાં ઘણી વિકાસ સાથે જોડાયેલી પરિયોજનાઓનુ ઉદઘાટન કરવા માટે પહોંચ્યા હતા પરંતુ પ્રદર્શનકારીઓના કારણે પીએમ મોદીને પાછા જવુ પડ્યુ. આ ઘટના બાદ ગૃહ મંત્રાલયે જાતે સુરક્ષામાં થયેલી ચૂકનુ સંજ્ઞાન લીધુ અને પંજાબ સરકાર પાસેથી આ બાબતે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. એટલુ જ નહિ રાજ્ય સરકાર પાસે આ બેદરકારી માટે જવાબદાર લોકો પર કડક કાર્યવાહી કરવા માટે પણ કહ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
