#PChidambarama: તિહાર જેલમાં સામાન્ય કેદીની જેમ પસાર થઈ ચિદમ્બરમની પહેલી રાત
તિહાર જેલમાં ચિદમ્બરમની એન્ટ્રી ગેટ નંબર ચારમાંથી થઈ. ગુરુવારે તેમની જેલમાં પહેલી રાત હતી.
દિલ્લીની રાઉઝ એવન્યુ કોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલમાં મોકલી દીધા છે. તિહાર જેલમાં ચિદમ્બરમની એન્ટ્રી ગેટ નંબર ચારમાંથી થઈ. ગુરુવારે તેમની જેલમાં પહેલી રાત હતી. જેલમાં બંધ કરતા પહેલા ચિદમ્બરમનો મેડીકલ ટેસ્ટ કરવામાં આવ્યો. ડિનરમાં રોટલી, દાળ અને ભાત આપવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે રાઉઝ એવન્યુ કોર્ટે ચિદમ્બરમના વકીલની તેમને સીબીઆઈ કસ્ટડીમાં જ રાખવાની કે ઘરે નજરકેદ રાખવાની દલીલ ન માનીને 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલ મોકલી દીધા છે.

તિહારમાં જેલ નંબર 7માં ચિદમ્બરમ
આ પહેલા મીડિયા સાથે વાત કરતા તિહાર જેલના ડાયરેક્ટર જનરલ (ડીજી) સંદીપ ગોયલે જણાવ્યુ હતુ કે પી ચિદમ્બરમ તિહાર જેલમાં જેલ નંબર 7માં રહેશે. તેમને એક અલગ સેલમાં રાખવામાં આવશે. કોંગ્રેસ નેતાને જમવામાં રોટલી, દાળ અને શાક આપવામાં આવશે. આ ઉપરાંત કોર્ટના આદેશ મુજબ વેસ્ટર્ન ટોયલેટ પણ પૂરુ પાડવામાં આવશે.

તિહાર જેલમાં ડીજી સંદીપ ગોયલે આપી માહિતી
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના સીબીઆઈ રિમાન્ડ 5 સપ્ટેમ્બરે ખતમ થઈ ગયા. ત્યારબાદ તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા જ્યાં કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલ મોકલી દીધા. કોર્ટના આદેશ બાદ ચિદમ્બરમના વકીલે કોર્ટમાંથી જેલમાં તેમને અલગ સેલમાં રાખવાની અપીલ કરી. રાઉઝ એવન્યુ કોર્ટે તેને માનીને ચિદમ્બરમને અલગ સેલ પૂરો પાડવા અને વિશેષ સુરક્ષાનો આદેશ આપ્યો.

જેલમાં દવાઓ મળશે
એટલુ જ નહિ કોર્ટે બીજા પણ અમુક મહત્વા આદેશ જારી કર્યા છે. કોર્ટે ચિદમ્બરના આરોગ્યનુ ધ્યાન રાખીને તેમને નિયમિત રીતે જેલમાં દવાઓ આપવાનો આદેશ જારી કર્યો છે. તેમને સેલમાં વેસ્ટર્ન ટૉયલેટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે. આઈએનએક્સ મીડિયા કેસમાં મની લૉડ્રિંગ કેસમાં ચિદમ્બર 15 દિવસથી સીબીઆઈ કસ્ટડીમાં હતા. ચિદમ્બરમને 21 ઓગસ્ટના રોજ સીબીઆઈએ કસ્ટડીમાં લીધા હતા. વળી, કોર્ટના આદેશ બાદ જ્યારે ચિદમ્બરમને તેમની ન્યાયિક કસ્ટડી વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે હાલમાં મને માત્ર અર્થવ્યવસ્થાની ચિંતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
