Video: જ્યારે કોંગ્રેસના પ્રવક્તાએ સંબિત પાત્રાને પૂછ્યું, 'ટ્રિલિયનમાં કેટલા ઝીરો હોય?'
Video: જ્યારે કોંગ્રેસના પ્રવક્તાએ સંબિત પાત્રાને પૂછ્યું, 'ટ્રિલિયનમાં કેટલા ઝીરો હોય', તો ભાજપના નેતાની બોલતી બંધ
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપ હાલમાં જ થયેલ એક ટીવી ડિબેટ શોની છે. જેમાં કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે સંબિત પાત્રાને એક સવાલ કર્યો. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે મોદી સરકાર સતત 5 ટ્રિલિયન ઈકોનોમીની વાત કરી રહી છે પરંતુ શું ભાજપના નેતા (સંબિત પાત્રા)ને ખબર પણ છે કે આખરે 5 ટ્રિલિયનમાં કેટલા ઝીરો હોય છે. જેને લઈ બંને નેતાઓ વચ્ચે ભારે ગરમાગરમી થઈ હતી. જો કે સંબિત પાત્રાએ 5 ટ્રિલિયનમાં કેટલા ઝીરો હોય છે તેનો જવાબ નહોતો આપ્યો, તેમણે બસ એટલું જ કહ્યું કે તમે રાહુલ ગાંધીને પૂછો. સંબિત પાત્રા તરફથી આપવામાં આવેલ આ જવાબને લઈ કોંગ્રેસ પ્રવક્તાએ તેમને ઘેરી લીધા, જે બાદ પાત્રાનો આ વીડિયો વાયરલ થવા લાગ્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા ગોવિંદ વલ્લભે સંબિતને સવાલ પૂછ્યો
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી થનાર છે. એવામાં એબીપી ન્યૂજે હાલમાં જ ઝારખંડ ચૂંટણીના મુદ્દે રાંચીમાં પોતાનો એક ખાસ કાર્યક્રમ 'શિખર સમ્મેલન'નું આયોજન કર્યું. આ એક ડિબેટ શો હતો જેમાં એક સત્ર દરમિયાન ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા અને કોગ્રેસ તરફથી પાર્ટી પ્રવક્તા ગૌરવ વલ્લભ આમને સામને આવી ગયા હતા. આ દરમિયાન મોદી સરકારના 100 દિવસ પૂરા થવા પર તેમના માટે કરવામાં આવેલ કાર્યોના લેખા-જોખા સહિત વિવિધ મુદ્દા પર જોરદાર બબાલ થઈ.

5 ટ્રિલિયનમાં કેટલા ઝીરો હોય છે
આ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે રૂપિયો સતત ગગડી રહ્યો છે. દેશ ભયંકર મંદીથી પસાર થઈ રહ્યો છે, મોદી સરકારની નીતિઓને કારણે આ મંદી આવી છે. જેના પર સંબિત પાત્રાએ જવાબ આપતા કહ્યું કે, 'આજે પીએમ મોદી ફાઈવ ટ્રિલિયન ડૉલરની વાત કરી રહ્યા છે તો મજાક નથી. જીડીપીની જ્યાં સુધી વાત છે તો માત્ર ઑટો સેક્ટરમાં થોડી સુસ્તી છે' આ વાત પર કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે સંબિત પાત્રાને પૂછ્યું કે તમારી સરકાર 5 ટ્રિલિયન ડૉલરનો નારો આપી રહી છે, તો ચલો સંબિત પાત્રા તમે જ જણાવી દો કે 5 ટ્ર્રિલિયનમાં કેટલા ઝીરો હોય છે.

પછી કોંગ્રેસના પ્રવક્તાએ ખુદ આપ્યો જવાબ
ગૌરવ વલ્લભ એટલેથી ન અટક્યા અને તેમણે આગળ કહ્યું કે, આજે એબીપી ન્યૂજના દર્શકોને પણ માલૂમ પડશે કે સંબિત પાત્રાનું જ્ઞાન કેટલું છે. મારી ચેલેન્જ છે જો સંબિત પાત્રા આ જણાવી દે. જેના પર સંબિત પાત્રાએ કહ્યું કે, 'તમે સવાલ પૂછ્યો છેને, હું તમને જવાબ આપું છું.' પચી તેમણે કહ્યું કે પહેલા રાહુલ ગાંધીને પૂછીને આવો કે કેટલા ઝીરો હોય છે. ભાજપી નેતાના આ જવાબ પર ગૌરવ વલ્લભે તેમના પર પલટવાર કરે છે, જો કે સંબિત પાત્રા આ સવાલનો જવાબ નથી આપતા.
|
સંબિત પાત્રા Vs ગૌરવ વલ્લભનો વાયરલ વીડિયો
જે બાદ ડિટેબ શોના એન્કર કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભને પૂછે છે, તમે જ જણાવી દો કેટલા ઝીરો હોય છે? જે બાદ કોંગ્રેસના નેતા જવાબ આપે છે. અત્યાર ડિબેટ શોની આ ક્લિપ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. જ્યારે, આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને ભારે ટ્રોલ કરી રહ્યા છે. તમે પણ જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ આ વીડિયો ક્લિપ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
