શું તમને ખબર છે ચૂંટણીમાં રણનીતિની સલાહ આપવા માટે પ્રશાંત કિશોર કેટલી ફી લે છે? ચાર્જ અંગે પોતે જ કર્યો ખુલાસો
Prashant Kishor: દરેક ચૂંટણીમાં જે નામની ચર્ચા હંમેશા ચાલતી હોય છે તેનું નામ છે ચૂંટણી રણનીતિકાર પ્રશાંક કિશોર. પ્રશાંત કિશોર રાજકીય પાર્ટીઓની રણનીતિ નક્કી કરતા હોય છે અને દર ચૂંટણીમાં તેઓ કોની રણનીતિ નક્કી કરે છે તે જાણવા માટે લોકો ઉત્સુક્ત હોય છે.
ત્યારે આ ચૂંટણી માં રણનીતિ નક્કી કરવા માટે પ્રશાંત કિશોર કેટલી રકમ લે છે તે ત્યારે આ અંગને પણ ખુલાસો પ્રશાંત કિશોરે જ કર્યો છે.
જન સૂરજના કન્વીનર પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, ચૂંટણી રણનીતિકાર તરીકે તેઓ કોઈપણ રાજકીય પક્ષ કે નેતાને સલાહ આપવા માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લે છે.
બિહારમાં 31 ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી માટે પ્રચાર કરતી વખતે પ્રશાંત કિશોરે ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે પોતાની ફી જાહેર કરી હતી.
બેલાગંજમાં એક કાર્યક્રમમાં બોલતા પ્રશાંત કિશોરે કહ્યું કે, લોકો વારંવાર તેમને પૂછે છે કે તેઓ તેમના ચૂંટણી પ્રચાર માટે પૈસા ક્યાંથી એકત્રિત કરે છે.

પ્રશાંત કિશોરે કહ્યું, "વિવિધ રાજ્યોમાં દસ સરકારો મારી વ્યૂહરચના પર ચાલી રહી છે. શું તમને લાગે છે કે મારી પાસે મારા અભિયાન માટે તંબુ અને છત્રી ગોઠવવા માટે પૂરતા પૈસા નથી? શું તમને લાગે છે કે હું આટલો નબળો છું?"
પ્રચાર માટે પૂરતુ છે ભંડોળ
પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું, હું ચૂંટણીમાં સલાહ આપવા માટે 100 કરોડ લઉં છું, પ્રશાંત કિશોરે આગળ કહ્યું, બિહારમાં મારા જેવી ફી વિશે કોઈએ સાંભળ્યું નથી. જો હું માત્ર એક ચૂંટણીમાં કોઈને સલાહ આપું તો મારી ફી 100 કરોડ રૂપિયા અથવા તેનાથી પણ વધુ છે. આગામી બે વર્ષ માટે હું આવી જ એક ચૂંટણી સલાહથી મારા પ્રચાર માટે ભંડોળ પૂરું પાડી શકું છું.
4 બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર
જન સૂરજે બિહારની ચાર બેઠકો પર પેટાચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. બેલાગંજથી મોહમ્મદ અમજદ, ઈમામગંજથી જિતેન્દ્ર પાસવાન, રામગઢથી સુશીલ કુમાર સિંહ કુશવાહ અને તરરીથી કિરણ સિંહ પાર્ટીના ઉમેદવાર છે. 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે, જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આ ચાર બેઠકોમાં બેલાગંજ, ઈમામગંજ, રામગઢ અને તરરીનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
