Modi Surname Case: અભિષેક મનુ સિંઘવી એક સુનવણીની કેટલી લે છે ફીસ? રાહુલ ગાંધીનો લડ્યો હતો કેસ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શુક્રવારે 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં મોટી રાહત મળી, કારણ કે સુપ્રીમ કોર્ટે તેમની સજા પર રોક લગાવી દીધી છે. જ્યારે હાઈકોર્ટે અગાઉ આ કેસમાં રાહુલ ગાંધીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.
ઉલ્લેખનિય છેકે સુપ્રીમ કોર્ટે આ સજા પર વચગાળાનો સ્ટે મૂકી દીધો હતો. દેશની સર્વોચ્ચ અદાલતમાં રાહુલ ગાંધીને જે મોટી રાહત મળી છે, તેનો સંપૂર્ણ શ્રેય સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલ અભિષેક મનુ સિંઘવીને જાય છે.

રાહુલ ગાંધીની તરફેણમાં તેમણે જોરદાર દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂક્યો હતો. આ કેસ બાદ દેશના દિગ્ગજ વકીલોમાંના એક અભિષેક મનુ સિંઘવી ફરી એકવાર ચર્ચામાં છે. 650 કરોડની પ્રોપર્ટીના માલિક અભિષેક મનુ સિંઘવી આવો જાણીએ સુનાવણી માટે તેઓ કેટલી ફી લે છે?
સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પણ છે. સિંઘવી દેશના સૌથી યુવા એડિશનલ સોલિસિટર જનરલ બનવાનો રેકોર્ડ ધરાવે છે, માત્ર 34 વર્ષની ઉંમરે સિંઘવી એડિશનલ સોલિસિટર જનરલ બન્યા હતા.
સિંઘવી 1997થી 1998 સુધી દેશના વધારાના સોલિસિટર જનરલ હતા, તેઓ AICC કાયદા અને માનવ અધિકાર વિભાગ અને કાયદા પરની સંસદીય સમિતિના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેમણે જાહેર ફરિયાદ, કાયદો અને ન્યાય વિભાગમાં કર્મચારી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી છે.
64 વર્ષીય અભિષેક મનુ સિંઘવી દેશના મોંઘા વકીલોમાંથી એક છે, જે કોર્ટની સુનાવણીમાં થોડી મિનિટો ઊભા રહે છે અને દલીલો માટે લાખો રૂપિયા લે છે. રિપોર્ટ અનુસાર અભિષેક મનુ સિંઘવી કુલ 650 કરોડની સંપત્તિના માલિક છે.
કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સુનાવણી માટે 6-11 લાખ રૂપિયા સુધીનો ચાર્જ લે છે. દેશના સૌથી યુવા એડિશનલ સોલિસિટર જનરલ બનવાનો રેકોર્ડ બનાવનાર સિંઘવીની ગણના દેશના સૌથી ધનિક વકીલોમાં થાય છે.
અભિષેક મનુ સિંઘવી દેશના મોટા કોર્પોરેટ વકીલ છે.રાહુલ ગાંધીની બે વર્ષની સજા રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં કેસ લડનાર સિંઘવી પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમના વકીલ પણ છે, ચિદમ્બરમ કેસમાં સિંઘવી સુનાવણી માટે 6-7 લાખ ચાર્જ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
