ઉદ્ધવ ઠાકરેએ શપથ લેતા પહેલા સંજય રાઉતે કહ્યુ - How is Josh?

પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા શિવસેના નેતા સંજય રાઉતે શપથ સમારંભ પહેલા એક ટ્વીટ કર્યુ છે.

પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા શિવસેના નેતા સંજય રાઉતે શપથ સમારંભ પહેલા એક ટ્વીટ કર્યુ છે. જેમાં તેમણે લખ્યુ છે, 'How is Josh? જય મહારાષ્ટ્ર.' તમને જણાવી દઈએ કે આજે સાંજે રાજ્યના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શપથ લેશે. રાજ્યમાં ચૂંટણી બાદ ચાલી રહેલ ઉથલપાથલ બાદ હવે મહા વિકાસ અઘાડી (કોંગ્રેસ, શિવસેના, એનસીપી ગઠબંધન) ની સરકાર બનવા જઈ રહી છે.

sanjay raut

ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 6.40 વાગે શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. સમારંભ માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઉદ્ધવ સાથે ત્રણ પાર્ટીઓના પ્રમુખ નેતા પણ શપથ લેશે. માહિતી મુજબ સરકારમાં ઉપ મુખ્યમંત્રીનુ પદ એનસીપી અને વિધાનસભા સ્પીકરનુ પદ કોંગ્રેસ પાસે રહેવાની સંભાવના છે.

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહારાષ્ટ્રના રાજકીય નાટકનો અંત થઈ ગયો. અહીં શનિવારે અચાનક ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા હતા પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો તો તેમણે સંખ્યા ઓછી હોવાનુ કારણ આપીને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ. સાથે જ ઉપમુખ્યમંત્રીની શપથ લેનાર એનસીપી નેતા અજિત પવારે પણ રાજીનામુ આપી દીધુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X