ચૂંટણી હાર્યા બાદ પણ ઉમેદવાર મુખ્યમંત્રી કેવી રીતે બને છે? જાણો શું છે પુરી પ્રકિયા?
પાંચ રાજ્યોની ચૂંટણી પુરી થયા બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાતો થઈ રહી છે ત્યારે એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે કોઈ નેતા ચૂંટણી હારીને કેવી રીતે મુખ્યમંત્રી બની શકે?
સોશિયલ મીડિયા પર આ સવાલ સતત પુછાઈ રહ્યો છે કે ચૂંટણીમાં હાર્યા પછી પણ ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવી શકાય? આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ચૂંટણી લડ્યા વિના કે હાર્યા બાદ પણ ઉમેદવારને મુખ્યમંત્રી બનાવી શકાય છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ 164(4) મુજબ બહુમતી મેળવનાર પક્ષ દ્વારા પ્રસ્તાવ પર અથવા કોઈપણ પક્ષને બહુમતી ન મળે તો તે રાજ્યના રાજ્યપાલ સત્તાનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવી શકે છે.
રાજ્યપાલ પોતાની સત્તાનો ઉપયોગ કરીને કોઈપણ સામાન્ય માણસને રાજ્યના મુખ્યમંત્રી બનાવી શકે છે પરંતુ આ માટે કેટલાક નિયમો છે. કોઈપણ વ્યક્તિને 6 મહિના સુધી જ મુખ્યમંત્રી બનાવી શકાય છે.
જો તે કાર્યકાળ પૂરો કરવા માંગતા હોય તો શપથ લીધાના 6 મહિનાની અંદર તેમણે રાજ્યની કોઈપણ વિધાનસભા સીટ પરથી પેટાચૂંટણી લડીને સભ્ય તરીકે ચૂંટાઈને ગૃહમાં પ્રવેશ કરવો પડે છે.
દેશમાં ઘણા મોટા નેતાઓ ચૂંટણી હારીને કે લડ્યા વગર મુખ્યમંત્રી બન્યા છે. 2017માં બીજેપીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતીને સાંસદ રહેલા યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી બનવા માટે રાજીનામું આપવું પડ્યું હતું. યોગી આદિત્યનાથ વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડવાના બદલે વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. સીએમની સાથે તેમના ચાર એવા મંત્રીઓ પણ હતા, જેમણે વિધાનસભાની ચૂંટણી લડી ન હતી. આવી સ્થિતિમાં મંત્રી પદ પર રહેવા માટે તેમને છ મહિનામાં યુપીના કોઈપણ એક ગૃહના સભ્ય બનવું જરૂરી હોય છે.
આ પછી સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને ડો. દિનેશ શર્મા અને પરિવહન રાજ્ય મંત્રી સ્વતંત્રદેવ સિંહ અને રાજ્ય મંત્રી મોહસીન રઝા વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
આ લિસ્ટમાં બીજું મોટું નામ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીનું છે. સીએમ પુષ્કર સિંહ ધામી ઘાટીમા સીટ પરથી ચૂંટણી હારી ગયા પરંતુ તેમ છતાં પાર્ટીએ તેમને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા.
મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પછી પુષ્કર સિંહ ધામીએ 6 મહિનામાં ચંપાવત વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડી અને જીત મેળવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
