AIIMSમાં ભરતી અરુણ જેટલીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ
મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણામંત્રાલય સંભાળી રહેલા અરુણ જેટલીની તબિયત હાલમાં નાજુક છે.
મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણામંત્રાલય સંભાળી રહેલા અરુણ જેટલીની તબિયત હાલમાં નાજુક છે. 9 ઓગસ્ટથી જેટલી દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં ભરતી છે. અરુણ જેટલીની ખબર પૂછવા શુક્રવારે મોડી સાંજે ગૃહમંત્રી અમિત શાહ એમ્સ પહોંચ્યા. થોડી વાર ત્યાં રોકાયા બાદ તે ત્યાંથી નીકળી ગયા. તેમણે એમ્સના ડૉક્ટરો પાસેથી અરુણ જેટલીના આરોગ્ય વિશે માહિતી લીધી.

અમિત શાહ પહેલા શુક્રવારે સાંજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અરુણ જેટલીને મળવા પહોંચ્યા હતા. શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ તેમની ખબરઅંતર પૂછવા એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ સવારે લગભગ 11 વાગે એમ્સ પહોંચીને અરુણ જેટલીની ખબર પૂછી હતી.
ઉલ્લેખનીય છે કે અરુણ જેટલીની તબિયત બગડ્યા બાદ 9 ઓગસ્ટના રોજ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને મળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા સ્પીકર ઓમ બિડલા સહિત તમામ મોટી ભાજપ નેતા પહોંચ્યા હતા. અરુણ જેટલી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદથી બિમાર છે. મે 2018માં જેટલીની કિડનીનું પ્રત્યાર્પણ થયુ હતુ. ત્યારબાદથી જ જેટલીના પગમાં સૉફ્ટ ટિશ્યુ કેન્સર થઈ ગયુ. તેના ઈલાજ માટે તે વર્ષની શરૂઆતમાં જ અમેરિકા ગયા હતા. તબિયતના કારણે જ તેમણે લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
