Himachal Pradesh Election: બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પર થઈ રહી ચૂંટણી, વાંચો 10 મહત્વની વાતો
Himachal Pradesh Election: બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પર થઈ રહી ચૂંટણી, વાંચો 10 મહત્વની વાતો
Himachal Pradesh Election: હિમાચલ પ્રદેશમાં આજે 68 વિધનસભા સીટ માટે મતદાન થઈ રહ્યું છે. એકમાત્ર તબક્કામાં રાજ્યની તમામ વિધાનસભા સીટ પર ચૂંટણી થઈ રહી છે. સાંજે 5 વાગ્યા સુધી વોટિંગ થશે. રાજ્યભરમાં 412 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાં 24 મહિલા ઉમેદવારો છે. પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરે મતદાતાઓને વોટ નાખવાની અપીલ કરી છે. રાજ્યમાં આમ આદમી પાર્ટી જૂની પેંશન યોજના અને પહાડી રાજ્યમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરશે, કેમ કે આ સૌથી મોટા ચૂંટણી મુદ્દાઓ છે. જો કે ઓપિનિયન પોલમાં ભાજપની વાપસી થતી જણાઈ રહી છે.

હિમાચલ પ્રદેશ ચૂંટણીની 10 મહત્વની વાતો
- હિમાચલ પ્રદેશમાં આગામી સરકાર ચૂંટવા માટે મતદાન કેન્દ્રોની બહાર મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જ્યાં, ભાજપ 1982થી રાજ્યમાં એક વૈકલ્પિક સરકારના ચલનને પલટી રાજ્યમાં સત્તા યથાવત રાખવાના ઈરાદા સાથે છે, જ્યારે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ભાજપને ટક્કર આપી શકે છે. આ ત્રણેય પાર્ટીઓ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માર્ક્સવાદી), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) અને રાષ્ટ્રીય દેવભૂમિ પાર્ટી (આરડીપી) જેવી પાર્ટીઓ પણ મેદાનમાં છે.
- દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં જૂની પેંશન યોજનાની લાંબા સમયથી પેન્ડિંગ માંગો પૂરી કરવાનું વચન આપ્યું છે. પાર્ટીએ 1 લાખ સરકારી નોકરી આપવાનું વચન પણ આપ્યું છે. મહિલાઓને લોભાવવા માટે કોંગ્રેસે દરેકને 18થી 60 વર્ષની ઉંમર માટે 1500 રૂપિયા પ્રતિ મહિને આપવાનું વચન આપ્યું છે. જેણે 300 યૂનિટ મફત વીજળી આપવાનું પણ વચન કર્યું છે.
- ભાજપે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ સત્તામાં આવવા પર સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનું વચન આપ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 10 નવેમ્બરે કહ્યું હતું કે, "અમારા ચૂંટણી ઢંઢેરામાં અમે વચન આપ્યું છે કે જેવી જ ભાજપ સરકાર બનશે અમે હિમાચલ પ્રદેશમાં 'કૉમન સિવિલ કોડ' લાગૂ કરશું."
- ચૂંટણી પંચ મુજબ રાજ્યમાં કુલ 55,92,828 મતદાતા છે. મતદાતાઓની કુલ સંખ્યામાંથી 27,37,845 મહિલાઓ, 28 લાખ 54 હજાર 945 પુરુષો અને 38 થર્ડ જેન્ડર છે. 43173 યુવા મતદાતાઓ છે જેમની ઉંમર 18 વર્ષની છે.
- ચૂંટણી પંચ મુજબ આજના મતદાન માટે 7881 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. કાંગડા જિલ્લામાં સૌથી વધુ 1625 મતદાન કેન્દ્રો છે જ્યારે લાહૌલ-સ્પીતિ જિલ્લામાં સૌથી ઓછા 92 મતદાન કેન્દ્રો છે. ગ્રામીણ ક્ષેત્રોમાં 7235 મતદાન કેન્દ્ર અને શહેરી ક્ષેત્રોમાં 646 મતદાન કેન્દ્રો છે.
- હિમાચલ પ્રદેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ વિધાનસભા ચૂંટણી કરાવવા માટે રાજ્યભરમાં 30 હજાર જેટલા પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળની 67 કંપનીઓમાં 6700 જવાનો અને 15 કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની કંપનીઓના જવાનો તૈનાત કરાયા છે. આ ઉપરાંત 50 હજાર સરકારી કર્મચારીઓ પોલ ડ્યૂટી પર છે. રાજ્યભરમાં 25000 પોલીસ અધિકારી પણ તૈનાત છે.
- હિમાચલ પ્રદેશનો સૌથી પ્રમુખ ચૂંટણી ક્ષેત્ર સિરાજ છે. સિરાજ વિધાનસભા સીટથી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે ચેતરામ ઠાકુરને ઉતાર્યા છે જેઓ પાછલી વખતે પણ આ સીટથી ચૂંટણી લડ્યા હતા. જ્યારે મહિંદર રાણા માકપાના ઉમેદવાર છે.
- ઓપિનિયન પોલ મુજબ 68 સીટમાંથી ભાજપ 31-46 સીટ સાથે સત્તામાં વાપસી કરી શકે છે. જ્યારે કોંગ્રેસ 29-37 સીટ પર જીત હાસંલ કરી શકે છે અને આમ આદમી પાર્ટી 1થી 5 સીટ જ જીતી શકે છે.
- ચૂંટમી પંચ મુજબ હિમાચલ પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીના મુકાબલે પાંચ ગણી વધુ જપ્તી કરવામાં આવે છે. રાજ્યમાં 9.03 કરોડની સરખામણીએ આ વખતે કુલ 50.28 કરોડની જપ્તી થઈ છે.
- પાછલી ચૂંટણીમાં કેવા હાલ હતાઃ 20017ની વિધનસભા ચૂંટણીમાં ભાજપને કુલ 68 સીટમાંથી 44 સીટ પર જીત હાંસલ થઈ હતી. જ્યારે કોંગ્રેસ માત્ર 21 સીટ જ જીતી શકી હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
