તસવીરો: રસ્તો બનતા જ ગામ બન્યુ વિધવા, વેશ્યાવૃત્તિ બની મજબૂરી
કોઇ પણ ગામ કે શહેરના વિકાસની ઓળખ તેના રસ્તા હોય છે. પરંતુ તમને કદાચ નહીં ખબર હોય કે ભારતમાં એક એવુ ગામ છે કે તેના રસ્તા ગામની બર્બાદીનું કારણ બની ગયા. જી હા, અમે વાત કરી રહ્યાં છે તેલંગાણાના પેદ્દાકુંતા થાંડા ગામની. આ આખાય ગામમાં કોઇ પુરૂષ નથી. અને તેનુ સૌથી મોટું કારણ છે નેશનલ હાઇવે માટે બનેલો બાયપાસ રોડ.
જાન્યુઆરી 2006થી આ બાયપાસ રોડ પર એક્સીડેંટની ઘટનાઓની શરૂઆત થઇ. ત્યારથી લઇને અત્યારસુધી આ રસ્તા પર 80 લોકોના મોત થયા છે. પરિણામે પરિસ્થિતિ એ ઉભી થઇ છે કે ભરણપોષણ માટે મહિલાઓએ વેશ્યાવૃત્તિનો માર્ગ અપનાવવો પડ્યો છે.

રસ્તો બન્યો ત્યારે ગ્રામજનો ખુશ હતા
જ્યારે આ બાયપાસ રસ્તો બન્યો ત્યારે ગ્રામજનો ઘણાં ખુશ હતા. ગામના લોકો એક એવો રસ્તો ઇચ્છતા હતા કે જે તેમને સુરક્ષિત રીતે નંદીગામ સુધી પહોંચાડી દે. તમને જણાવી દઇએ કે ગામથી 5 કિલોમીટર દૂર આવેલુ નંદીગામ આ ગામનું મુખ્યાલય છે.

ગામમાં માત્ર એક પુરૂષ
પેદ્દાકુંતા થાંડા ગામમાં માત્ર વિધવાઓ જ છે. આખાય ગામમાં માત્ર એક પુરૂષ છે, અને તે પણ માત્ર 6 વર્ષની ઉંમરનું બાળક છે.

પેટ ભરવા માટે કરે છે વેશ્યાવૃત્તિ
આ ગામની જ એક વિધવા મહિલાએ જણાવ્યું કે અમારામાંથી કેટલીક મહિલાઓએ પેટ ભરવા માટે વેશ્યાવૃત્તિ કરવી પડે છે.

સરકારે કરી છે વિધવા પેંશનની ઘોષણા
સરકારે વિધવા પેંશનની ઘોષણા તો કરી છે, પણ તે માટે પણ તેમણે પોતાનો જીવ જોખમમાં નાખવો પડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
