Haryana Election 2024 : હરિયાણામાં કોંગ્રેસ કેટલી સીટો જીતશે? અશોક તંવરનો મોટો દાવો
Haryana Election 2024 : હરિયાણામાં મતદાન પુરૂ થાય તે પહેલા જ નેતાઓ તેમની પાર્ટીની સરકાર બનાવવાનો દાવો કરી રહ્યાં છે. હવે બીજેપી છોડીને કોંગ્રેસમાં આવેલા અશોક તંવરે મોટો દાવો કરી દીધો છે.
મતદાન વચ્ચે અશોક તંવરે મોટો દાવો કર્યો અને કહ્યું કે કોંગ્રેસ ઓછામાં ઓછી 75 સીટો જીતશે. જણાવી દઈએ કે હરિયાણામાં કુલ 90 સીટો છે અને બહુમતિ માટે 46 સીટો જરૂરી છે.

અશોક તંવરે કહ્યું કે, પરિવર્તન દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસને મોટી સફળતા મળશે. કોંગ્રેસ નેતૃત્વએ દેશને એક કરવાની અને નફરતને ખતમ કરવાની વાત કરી છે. ખેડુતો, ગરીબો, મજૂરો, કર્મચારીઓ સાથે જરૂર હતી ત્યારે કોંગ્રેસ તેમની સાથે ઉભી છે.
એબીપી ન્યૂઝ સાથે એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, તમામ ટીમોનું મૂલ્યાંકન 8મીએ જાણી શકાશે. આજે સાંજ સુધી કોઈ કંઈ પણ કહી શકે છે, પરંતુ જ્યારે એક્ઝિટ પોલ આવશે ત્યારે ખબર પડશે કે કોંગ્રેસ પાર્ટી 75થી 90 બેઠકો વચ્ચે સરકાર બનાવવા જઈ રહી છે.
જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અશોક તંવરે ભાજપને મોટો ઝટકો આપતા મહેન્દ્રગઢની રેલીમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
