આવતા સપ્તાહથી ઉત્તર પશ્ચિમના રાજયોમાં બારેમેઘ ખાંગા થવાની આગાહી
નવી દિલ્હી, 22 જૂન : ભારતીય હવામાન વિભાગે આવનારા સપ્તાહથી ભારતમાં ખાસ કરીને ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આવતા અઠવાડિયાની હવામાન આગાહી અનુસાર 23 જૂન, 2013થી ઉત્તર પશ્ચિમ, અને પશ્ચિમી ભારતમાં વરસાદ શરૂ થશે, જે પાંચ દિવસ સુધી ઉત્તર, મધ્ય અને ઉત્તર પશ્ચિમના રાજયોમાં ભારે વરસાદ લાવશે.

આ ઉપરાંત એક ઓફસોર ટ્રફ દક્ષિણ પશ્ચિમનાં કાંઠે નબળુ પડી દક્ષિણ કોસ્ટલ કર્ણાટક અને ઉત્તર કેરળના કાંઠે છે. એક અપર મીડ લેવલ સરકયુલેશન ઉત્તર, ઉત્તર પશ્ચિમ, ઉત્તર પ્રદેશમાં છવાયેલું છે. આ સરક્યુલેશન શુક્રવારે ઉત્તર પશ્ચિમ બંગાળ અને મ્યાનમાર સાથે સંકળાયું હતું. આ સિસ્ટમ બે દિવસ ઉત્તર, ઉત્તર પશ્ચિમી ઓડીસ્સાના કાંઠે રહેશે.
આજથી ઉત્તર પશ્ચિમ આંધ્રા, ઓરીસ્સાના દરિયાકિનારાના વિસ્તારો તેમજ છત્તીસગઢમાં ભારે વરસાદ શરૂ થઈ જશે. પછીના બે દિવસ દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે, મહારાષ્ટ્રનાં કાંઠે વરસાદની શકયતા નથી, જયારે કર્ણાટકનાં દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર, મધ્ય કેરળમાં ભારે વરસાદ પડશે. કેરળમાં રવિવારે પણ ભારે વરસાદની આગાહી છે.
ચેન્નાઈમાં ગઈકાલે વાદળો છવાયેલા રહ્યા હતા. જયારે મુંબઈમાં બે દિવસથી વરસાદ નથી. અમૃતસર, દિલ્હી, જયપુરમાં અમુક સ્થળોએ વરસાદની સંભાવના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
