બિહારના 16 જિલ્લાઓમાં આંધી-વરસાદનો કહેર, વિજળી પડવાથી 33 લોકોએ ગુમાવ્યા જીવ
ગઈ રાતે વાવાઝોડા અને આંધીએ ગરમીથી રાહત આપવાના બદલે બિહારના 16 જિલ્લાઓમાં જોરદાર કહેર વરસાવ્યો.
પટનાઃ ગઈ રાતે વાવાઝોડા અને આંધીએ ગરમીથી રાહત આપવાના બદલે બિહારના 16 જિલ્લાઓમાં જોરદાર કહેર વરસાવ્યો. વિજળી પડવા અને વાવાઝોડાના કારણે 16 જિલ્લાના 33 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. વળી, બીજી તરફ લાખો રુપિયાની સંપત્તિ પણ આંધી-તોફાનના કારણે નષ્ટ થઈ ગઈ. આ લોકોના મોત પર દેશના પીએમ નરેન્દ્ર મોદી અને બિહારના સીએમ નીતિશ કુમારે શોક વ્યક્ત કર્યો છે. સાથે જ મૃતકોના આશ્રિતોને સીએમ નીતિશ કુમારે તત્કાલ ચાર-ચાર લાખ રુપિયા આપવાની જાહેરાત પણ કરી.

મળતી માહિતી મુજબ બિહારમાં જે જિલ્લો તોફાનથી સૌથી વધુ પ્રભાવિત થયો છે તે ભાગલપુર છે. ભાગલપુરમાં વીજળી પડવાથી સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. મુઝફ્ફરપુરમાં છ લોકોના મોતના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે બપોરે બિહારમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શરૂઆત થઈ હતી. ત્યારે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થતાં કલાકો સુધી વીજળી ખોરવાઈ ગઈ હતી. ઘણા જિલ્લામાં વીજળી પડવાથી લોકોએ જીવ ગુમાવ્યા છે.
જો કે, વિજળી પડવાથી કેટલા લોકોના મોત થયા તેનો આંકડો શરૂઆતમાં સામે આવ્યો ન હતો પરંતુ હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે વીજળી પડવાથી 33 લોકોના મોત થયા છે. આ સાથે પાકને પણ ભારે નુકસાન થવાની આશંકા છે. સરકારનુ કહેવુ છે કે અસરગ્રસ્ત લોકોને દરેક સ્તરે મદદ કરવામાં આવી રહી છે. વાવાઝોડાને કારણે થયેલા નુકસાનનુ આકલન કરવામાં આવી રહ્યુ છે.
બિહારના સીએમ નીતિશ કુમારે શુક્રવારે ટ્વીટ કરીને લખ્યુ, 'રાજ્યના 16 જિલ્લામાં આંધી અને વીજળી પડવાને કારણે 33 લોકોના દુઃખદ મોત. ચાર લાખ રુપિયાનુ વળતર આપવા પણ સૂચના આપવામાં આવી. લોકોને ખરાબ હવામાનમાં અત્યંત સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાને રોકવા માટે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવેલા સૂચનોનુ પાલન કરો. ખરાબ હવામાનમાં ઘરે રહો અને સુરક્ષિત રહો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
