હાથરસ કેસઃ આજે SCનો મોટો ચુકાદો, ટ્રાયલ, ટ્રાન્સફર અને પીડિત પરિવારની સુરક્ષા પર સુનાવણી
ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલ કથિત ગેંગરેપ અને હત્યા કેસમાં આજે(મંગળવાર 27 ઓક્ટોબર) સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આવવાનો છે.
નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલ કથિત ગેંગરેપ અને હત્યા કેસમાં આજે(મંગળવાર 27 ઓક્ટોબર) સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આવવાનો છે. ટ્રાયલ, ટ્રાન્સફર અને પીડિત પરિવારની સુરક્ષા પર સુપ્રીમ કોર્ટ મંગળવારે બપોરે 12 વાગે ચુકાદો સંભળાવશે. સીજેઆઈ એસએ બોબડે, જસ્ટીસ એએસ બોપન્ના અને જસ્ટીસ વી રામાસુબ્રમણ્યમની બેંચ આ કેસમાં ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટ સુનાવણી દરમિયાન આજે નક્કી કરશે કે કેસની ટ્રાયલ દિલ્લીમાં થશે કે ઉત્તર પ્રદેશમાં. એટલે કે કોર્ટ એ નક્કી કરશે કે તે કેસનુ નિરીક્ષણ કરશે કે ઈલાહાબાદ હાઈકોર્ટ. આ ઉપરાંત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ એ પણ નિર્ણય કરશે કે કેસની ટ્રાયલ દિલ્લી ટ્રાન્સફર કરવામાં આવે કે નહિ. પીડિત પરિવાર અને સાક્ષીઓની સુરક્ષા કેન્દ્રીય બળોને આપવામાં આવે કે નહિ.

સુપ્રીમ કોર્ટમાં હાથરસ પીડિત પરિવારે શું અપીલ કરી?
સુપ્રીમ કોર્ટમાં હાથરસ પીડિત પરિવારે અપીલ કરી છે કે કેસની ટ્રાયલ દિલ્લીમાં થાય. આ કેસની તપાસમાં એક જનહિત અરજી પણ દાખલ કરવામાં આવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે હાથરસ કેસની તપાસ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના વર્તમાન કે રિટાયર્ડ જજ પાસે કરાવવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે કેસની તપાસ ઉત્તર પ્રદેશમાં નિષ્પક્ષ નહિ થઈ શકે માટે કેસને દિલ્લી ટ્રાન્સફર કરી દેવો જોઈએ. હાથરસ કાંડ માટે એક વિશેષ તપાસ દળ(SIT) ની રચનાની પણ માંગ કરવામાં આવી છે જેના પર સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવશે.

SITને રિપોર્ટ આપવામાં 2-3 દિવસનો સમય
હાથરસ કેસમાં રચવામાં આવેલ વિશેષ તપાસ દળ(SIT)ને પોતાનો રિપોર્ટ સોંપવામાં હાલમાં બેથી ત્રણ દિવસનો સમય લાગશે. એસઆઈટીને હાથરસમાં થયેલી ઘટના બાદ જાતિગત સંઘર્ષ માટે ઉકસાવવાની કથિત તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.

4 સપ્ટેમ્બરે પીડિતા પર ગેંગરેપ બાદ થયુ હતુ મોત
સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશની સરકારે જણાવ્યુ હતુ કે પીડિત પરિવાર અને સાક્ષીઓને ત્રણ સ્તરીય સુરક્ષા આપવામાં આવી રહી છે. હાથરસમાં 14 સપ્ટેમ્બરે એક 19 વર્ષની યુવતી પર ગેંગરેપ થયો હતો અને મારપીટ કરવામાં આવી હતી. દિલ્લીની સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાએ 29 સપ્ટેમ્બરે સવારે દમ તોડી દીધો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
