Haryana Results 2024: તો હરિયાણામાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ નહીં ખુલે!
બબ્બે વખત દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતનાર અને દિલ્હીના મુખ્યમંત્રી બનનાર અરવિંદ કેજરીવાલ પોતાના જ વતન હરિયાણામાં આમ આદમી પાર્ટીનું ખાતું ખોલાવી નથી શકતા. અરવિંદ કેજરીવાલને દિલ્હીની જનતા તો દિલ ખોલીને મત આપે છે પણ તેના વતનના જ લોકો તેની પાર્ટી આમ આદમી પાર્ટી પર ભરોસો નથી કરી રહ્યા. આવું અમે નહીં બલકે ચૂંટણીના પરિણામ સ્પષ્ટ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન થયું હતું જેની મતગણતરી આજે 8 ઓક્ટોબરે શરૂ થઈ. શરૂઆતી ટ્રેન્ડ્સમાં આમ આદમી પાર્ટી માટે આઘાતજનક સમાચાર છે. અર્લી ટ્રેન્ડ મુજબ આમ આદમી પાર્ટીનું હરિયાણામાં ખાતું પણ નથી ખુલી રહ્યું જ્યારે કોંગ્રેસ હરિયાણામાં આગળ ચાલી રહી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Election 2024)માં કૂલ 67.90% મતદાન થયું હતું. 5 ઓક્ટોબરે સાંજે એક્ઝિટ પોલ (Exit Poll) પણ જાહેર થયા હતા જેમાં પણ કોંગ્રેસને જ જનાદેશ મળતો હોવાનું સ્પષ્ટ થયું હતું. સાથે જ 10 વર્ષથી હરિયાણાની સત્તા ભોગવી રહેલ ભાજપે પાવર ગુમાવવો પડી શકે છે. મતગણતરી હજી ચાલી રહી છે અને ધીરે-ધીરે હાર-જીતની તસવીર સાફ થશે.
જાટ બહુમતી વાળો વિસ્તાર છે હરિયાણા
ઉલ્લેખનીય છે કે હરિયાણામાં કૂલ 90 વિધાનસભા સીટ છે, જ્યાં આ વખતે કુલલ 1031 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 930 પુરુષ ઉમેદવાર અને 101 મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. હરિયાણાની 90 બેઠકમાંથી 57 બેઠક જાટ બેલ્ટમાં છે, આ તમામ બેઠકો પર 10 ટકાથી વધુ જાટ સમુદાયના લોકો રહે છે. રોહતક, હિસાર અને કરનાલ જિલ્લાની બેઠકો જાટ બેલ્ટમાં આવે છે. વર્ષ 2019ના હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જાટ બહુમતિ વિસ્તારોની 20 સીટ કોંગ્રેસે 19 સીટ ભાજપ અને 18 સીટ અન્યોએ જીતી હતી.
મતદારોના આંકડાઓ પર એક નજર
હરિયાણા ચૂંટણી 2024માં કૂલ 2 કરોડ 3 લાખ 54 હજાર 350 મતદારો છે, જેમાં પુરુષ મતદાતા 1,07,75,957 મહિલા મતદાતા 95,77,926 અને થર્ડ જેન્ડર મતદારો 467 છે. હરિયાણામાં 18થી 19 ઉંમર વર્ગના મતદાતા 5 લાખ 24 હજાર 514 છે, દિવ્યાંગ મતદાતા 1 લાખ 49 હજાર 142 અને 85 વર્ષથી વધુ ઉંમરના મતદાતા 2 લાખ 31 હજાર 93 છે. 100 વર્ષથી વધુ ઉંમરના 8821 મતદારો છે.












Click it and Unblock the Notifications
