Haryana Elections 2024 : બીજેપી માટે હરિયાણા હારેલુ મેદાન છે? જાણો શું કહી રહ્યાં છે એક્સપર્ટ?
Haryana Assembly Elections 2024 : જેમ જેમ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ બીજેપીની મુશ્કેલી વધી રહી છે.
એક તરફ રાજ્યના ખેડૂતો બીજેપી નેતાઓને ભગાડી રહ્યાં છે તો બીજી તરફ કંગના રનૌતના ખેતી કાયદા પાછા લાવવાના નિવેદને બીજેપીની મુશ્કેલી વધારી છે.

જાણકારોનું માનીએ તો 10 વર્ષથી સત્તામાં રહેલી બીજેપી આ વખતે હારેલી બાજી રમી રહી છે. જે રીતે રાજ્યમાં બીજેપીનો વિરોધ છે તેને જોતા સત્તામાં આવવુ મુશ્કેલ છે.
જાણકારોનું માનીએ તો હરિયાણામાં બીજેપી માંડ 30 સીટો સુધી પહોંચી શકે છે. અહીં કિસાન આંદોલન, વિનેશ ફોગાટ અને કંગના રનૌતના ખેડૂત વિરોધી નિવેદને બીજેપીને ખેલમાંથી પહેલા જ બહાર કરી દીધી છે. જો કે કેટલાક વિસ્તારોમાં હજુ પણ બીજેપીની પકડ છે અને તે 30 આસપાસ સીટો જીતી શકે છે.
પત્રકાર અજિત અંજુમના પ્લેટફોર્મ પર વાત કરતા પત્રકાર આદેશ રાવલે કહ્યું કે, અહિરવાલ વિસ્તારમાં ભાજપ પહેલાની જેમ ખૂબ જ મજબૂત છે. તેની પાછળનું કારણ રાવ ઈન્દ્રજીત સિંહ અને આ વખતે તેમની પુત્રી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ ફરીદાબાદ સંસદીય ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ જાળવી રાખશે. બિનજાટ પટ્ટા જીટી રોડ પટ્ટાની જે ભાજપનો ગઢ કહેવાય છે. પાણીપત, કરનાલ, કુરુક્ષેત્ર, અંબાલા અને પંચકુલા જેવા વિસ્તારો આ પટ્ટામાં આવે છે.
અહીં કોંગ્રેસને મોટી સંખ્યામાં બેઠકો મળતી જોવા મળી રહી છે. કોંગ્રેસ સોનીપતમાં કેટલીક બેઠકો ગુમાવી શકે છે પરંતુ અન્ય વિસ્તારોમાં ફાયદો થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
