Haryana Election 2024 : રેસલિંગ છોડીને વિશેન ફોગાટ રાજનીતિના અખાડામાં કેમ ઉતરી? ખુદ કરી દીધો ખુલાસો
Haryana Assembly Election 2024 : પેરિસ ઓલિમ્પિકમાં 100 ગ્રામ વજનને કારણે મેડલ ચુકી ગયેલી વિનેશ ફોગાટ હરિયાણા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ અને હવે ચૂંટણી માટે મેદાને પડી છે.
હરિયાણામાં વિનેશ ફોગાટ સાથે જે થયુ તેને લઈને ભારે ગુસ્સો છે. હવે વિનેશ ફોગાટે રાજનીતિમાં કેમ આવી તેને લઈને ખુલાસો કર્યો છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં વિનેશ ફોગાટે રાજનીતિમાં આવવાને લઈને ઘણા ખુલાસા કર્યા છે. વિનેશ ફોગાટે ખુલાસો કર્યો કે આખરે એ કઈ વાત હતી જેને કારણે તે રાજનીતિમાં આવી ગઈ.
વિનેશ ફોગાટે કહ્યું કે, 2024 ઓલિમ્પિક પછીના સંજોગોએ મને આ નિર્ણય માટે પ્રેરિત કરી. લોકોની માંગ હતી કે હું તેમના અને તેમના બાળકો માટે મારી અંદરના યોદ્ધાને જીવંત રાખું. તેમણે સમજાવ્યું કે તેમનો નિર્ણય હાઈ-પ્રોફાઈલ રેસલરોના વિરોધ પછી ન્યાય માટે તેમની અથાક લડતથી પ્રેરિત હતો, જે મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
જણાવી દઈએ કે, વિનેશ ફોગાટે એ ટોચના રેસલરોમાં સામેલ હતી જે ભારતીય રેસલિંગ ફેડરેશનના પૂર્વ વડા બ્રિજ ભૂષણ સિંહના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમના પર અનેક મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
વિનેશ ફોગાટે કહ્યું કે, અમે રસ્તાઓ પર લડ્યા, અમને શું મળ્યું? અમને અપમાન સિવાય કંઈ નથી મળ્યું. હું ઓલિમ્પિકમાં ગઈ. શું મને ન્યાય મળ્યો? અમને ક્યારેય ન્યાય નથી મળ્યો. રાજકારણમાં પ્રવેશ કરવો એ કોઈ પસંદગી નહીં પરંતુ એક આવશ્યકતા હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
