Haryana Election 2024 : હરિયાણા ચૂંટણી માટે બીજેપી-કોંગ્રેસની કેવી તૈયારી?
Haryana Election 2024 : હરિયાણાામાં આવનારી 1 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી જાહેરાત સાથે સાથે બીજેપી-કોંગ્રેસે રાજ્ય ફતેહ કરવા કમર કસી લીધી છે.
હરિયાણામાં વિધાનસભાની કુલ 90 સીટો છે. સંપૂર્ણ બહુમતી માટે 46 સીટોની જરૂર પડે છે. હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ સિવાય જેજેપી અને આઈએનએલડી પણ મેદાનમાં છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે બીજેપીની રણનીતિ
- હરિયાણામાં 2014થી ભાજપની સરકાર છે. 2019માં ભાજપે જેજેપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. મનોહર લાલ ખટ્ટર સીએમ બન્યા હતી.
- હવે બીજેપી-જેજેપી ગઠબંધન તૂટતા ખટ્ટરે સીટ ગુમાવવી પડી છે અને નાયબ સિંહ સૈની નવા મુખ્યમંત્રી બન્યા છે.
- હવે ભાજપ હરિયાણાના મુખ્યમંત્રી બદલવાની ફોર્મ્યુલાની મદદથી 2024ની વિધાનસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક લગાવવાની તૈયારી કરી રહ્યું છે.
- નાયબ સિંહ સૈની માત્ર 76 દિવસ હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા છે. આ સમય દરમિયાન તેમણે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત જાહેરાત કરીને સત્તા વિરોધી લહેર ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.
- હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપને કેન્દ્રમાં સરકાર, બૂથ મેનેજમેન્ટ અને સૈનીના નવા ચહેરા પર વિશ્વાસ છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ
- 2014થી કોંગ્રેસ હરિયાણામાં સત્તામાં આવી શકી નથી. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પાંચ સીટો જીતી છે. આ જીતથી ઉત્સાહિત કોંગ્રેસે આ વખતની વિધાનસભા ચૂંટણી માટે અલગ રણનીતિ બનાવી છે.
- કોંગ્રેસ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં સત્તા વિરોધી લહેર, બેરોજગારી, મોંઘવારી, કાયદો અને વ્યવસ્થા, ખેડૂતો, અગ્નવીર જેવા મુદ્દાઓ પર લડી રહી છે.
હરિયાણા ચૂંટણીમાં ભાજપ સામે પડકાર
- ભાજપ માટે હરિયાણામાં જીતની હેટ્રિક સરળ નથી. ખેડૂત આંદોલન સૌથી મોટો પડકાર છે. ભાજપ સાથે સાથે JJP, AAP અને INLA-BSP ઘણી સીટો પર કોંગ્રેસની રમત બગાડી શકે છે.
હરિયાણા ચૂંટણીમાં જેજેપી સામે પડકાર
- હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં પૂર્વ સાંસદ અજય સિંહ ચૌટાલાના પુત્ર દુષ્યંત સિંહ ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીનો રસ્તો સરળ નથી.
- 2019ની ચૂંટણીમાં JJPએ 10 બેઠકો જીતીને કિંગ મેકરની ભૂમિકા ભજવી અને ભાજપની સરકાર બનાવી હતી.
- 2024ની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ જેજેપી એમએલએ ઈશ્વર સિંહ, દેવેન્દ્ર બબલી, અનુપ ધાનક અને રામ કરણ કલાએ પાર્ટી છોડી દીધી છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
