Haryana Election 2024 : વિનેશ ફોગાટની સીટ પર બમ્પર મતદાન, જાણો 11 વાગ્યા સુધીના તમામ આંકડા
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાનની શરૂઆતથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અહેવાલો અનુસાર, હરિયાણામાં લોકો મતદાન શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યાં છે. 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં 22.70 ટકા મતદાન નોંધાયુ છે.
હરિયાણામાં વિનેશ ફોગાટની જુલાના સીટે તમામ લોકોને ચૌકાવ્યા છે. 11 વાગ્યા સુધીમાં આ સીટ પર બમ્પર મતદાન નોંધાયુ છે. આંકડા અનુસાર અહીં 11 વાગ્યા સુધીમાં 27.20 ટકા મત પડ્યા છે. જો કે વિનેશ ફોગાટ ખુદ પોતાને મત નથી આપી શકી, તે દાદરીના બલાલી ગામની મતદાતા છે.
હરિયાણામાં બમ્પર મતદાન સાથે સાથે બુથ કેપ્ચરિંગની પણ ફરિચાદો ઉઠી છે. જુલાનામાં બુથ કેપ્ચરિંગની ફરિયાદો બાદ બીજેપી ઉમેદવાર કેપ્ટન યોગેશ બૈરાગી ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીં લોકોએ તેમનો ભારે વિરોધ કર્યો અને ધક્કામુક્કી પણ કરી.
જુલાના સિવાય મહેન્દ્રગઢ, રોહતક અને ભિવાનીમાં મતદાન મથકો પર મારામારીના અહેવાલો છે. અહીં મારામારી અને પૂર્વ ધારાસભ્યના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યાના સમાચાર છે.
આંકડા પર નજર કરીએ તો વિનેશ ફોગટની બેઠક જુલાના સહિત તમામ 90 બેઠકો પર સવારે 11 વાગ્યા સુધી 22.70 ટકા મતદાન થયું છે. હરિયાણાના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ 27.94 ટકા મતદાન પલવલ જિલ્લામાં થયું. પંચકુલા સીટ પર સૌથી ઓછું 13.46 ટકા મતદાન નોંધાયુ છે.

જુલાના સિવાય જીંદ જિલ્લામાં જીંદ નરવાના, સફીદોન અને ઉચાના કલાન સીટો છે. સૌથી વધુ મતદાન જુલાનામાં થયું છે. જો આ વોટિંગ કોંગ્રેસ વિનેશ ફોગાટની તરફેણમાં થયુ છે તો ફરી બીજેપી જુલાનામાં ખાતું નહીં ખોલાવી શકે. વિનેશ સિવાય બીજેપીના કેપ્ટન યોગેશ બૈરાગી અને આમ આદમી પાર્ટીના કવિતા દલાલ મેદાનમાં છે.
11.00 વાગ્યા સુધીના જિલ્લાવાર આંકડા
- પંચકુલા - 15.9
- અંબાલા - 19.8
- યમુનાનગર - 23.1
- કુરુક્ષેત્ર - 22.0
- કૈથલ - 22.7
- કરનાલ - 15.6
- પાણીપત - 20.3
- સોનીપત - 17.9
- જીંદ - 21.6
- ફતેહાબાદ - 21.7
- સિરસા - 17.5
- હિસાર - 18.5
- ભિવાની - 20.9
- ચરખી દાદરી - 19.6
- રોહતક - 15.2
- ઝજ્જર - 14.4
- મહેન્દ્રગઢ - 17.1
- રેવાડી - 14.7
- ગુરુગ્રામ - 16.4
- મેવાત - 19.6
- પલવલ - 16.2
- ફરીદાબાદ - 13.6
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
