હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા બોલ્યા, કોંગ્રેસને બહુમત આવશે
ગુરુવારે પરિણામો આવતા પહેલા જ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ એલાન કર્યુ કે રાજ્યમાં કોગ્રેસની સરકાર આવવાની છે.
હરિયાણાના બે વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ગઢી સાંપલ-કિલોઈ સીટથી ઉભા રહ્યા છે. ગઢી સાંપલા-કિલોઈ સીટને ભૂપેન્દ્ર સિંહ હુડાનો ગઢ માનવામાં આવે છે. તેમની સામે 29 જૂને ભાજપમાં શામેલ થયેલા સતીશ નાંદલ મેદાનમાં છે. ગુરુવારે પરિણામો આવતા પહેલા જ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ એલાન કર્યુ કે રાજ્યમાં કોગ્રેસની સરકાર આવવાની છે. જો કે અત્યાર સુધીના રુઝાનોને જોતા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી 8 સીટોથી કોંગ્રેસથી આગળ છે.

હરિયાણાના ગઢી સાંપલા-કિલોઈ વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહેલા પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યુ કે રાજ્યમાં કોંગ્રેસને બહુમત મળશે. તમને જણાવી દઈએ કે ગઢી સાંપલા-કિલોઈ સીટથી હુડ્ડા રુઝાનોમાં આગળ ચાલી રહ્યા છે. તેમની સામે ભાજપના સતીશ નાંદલ જોરદાર ટક્કર આપી રહ્યા છે. અત્યારે હરિયાણાની કોઈ પણ સીટનુ ફાઈનલ રિઝલ્ટ આવ્યુ નથી પરંતુ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને આશા છે કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવાની છે.
તમને જણાવી દઈએ કે 2014માં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પહેલી વાર રાજ્યમાં બહુમત મેળવ્યો હતો. ભાજપે દસ વર્ષથી સત્તા પર બેઠેલા કોંગ્રેસને સત્તામાંથી બહાર કર્યા હતા. 2014માં હરિયાણાની 90 સીટોમાં 47 પર ભાજપને જીત મળી હતી જ્યારે ઈન્ડિયન નેશનલ લોકદળને 19 અને કોંગ્રેસને 15 સીટો પર જીત મળી હતી. અન્યને 9 સીટો મળી હતી. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા વર્ષ 2005માં પહેલી વાર હરિયાણાના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારબાદ તે 2009માં ફરીથી તેમણે જનતાનો ભરોસો જીત્યો અને મુખ્યમંત્રી પદના શપથ લીધા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
