Haryana Assembly Elections 2024 : હરિયાણા ચૂંટણીમાં ઉતરી શકે છે આ સ્ટાર ખેલાડીઓ, જુઓ લિસ્ટમાં કોના કોના નામ?
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ખેલાડીઓની બોલબાલા રહેવાની છે. અહેવાલો છે કે 10 જેટલા ખેલાડીઓ ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે.
બ્રિજભુષણ સિંહ વિવાદ અને ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને બહાર કરવાનો વિવાદ વિધાનસભા ચૂંટણીમાં મોટો મુદ્દો છે. આ જ કારણ છે કે ઘણા સ્ટાર ખેલાડીઓ મેદાનમાં ઉતરી શકે છે.

અહેવાલો અનુસાર, હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે ભાજપ-કોંગ્રેસ 10-11 ખેલાડીઓને ટિકિટ આપી શકે છે. હરિયાણા ચૂંટણીના ઈતિહાસમાં અત્યાર
સુધીમાં 30થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ રાજનીતિમાં હાથ અજમાવી ચૂક્યા છે.
દાદરી સીટ પર બબીતા કુમારી સામે વિનેશ ફોગટ
આ વખતે ચરખી દાદરી સીટ પર ભાજપની બબીતા કુમારી અને કોંગ્રેસની વિનેશ ફોગાટ વચ્ચે મુકાબલો થઈ શકે છે. બબીતાએ વર્ષ 2019માં અહીંથી ચૂંટણી લડી પરંતુ તે હારી ગઈ હતી. વર્ષ 2024માં પેરિસ ઓલિમ્પિકની ફાઈનલમાં પહોંચ્યા બાદ બહાર થઈ ગયેલી વિનેશ ફોગાટ અને બબીતા કુમારી પિતરાઈ બહેનો છે.
મહમ સીટ પર સાક્ષી મલિક સામે દીપક હુડા
હરિયાણાની મહમ સીટ પરથી 2024ની ચૂંટણીમાં કબડ્ડી કુસ્તી મુકાબલો જોવા મળી શકે છે. ભાજપ પૂર્વ ભારતીય કબડ્ડી કેપ્ટન દીપક હુડાને ટિકિટ આપી શકે છે જ્યારે કોંગ્રેસ ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલર સાક્ષી મલિક પર દાવ લગાવી શકે છે.
શૂટર આરતી રાવે ટિકિટની માંગણી કરી
શૂટિંગમાં નેશનલ ચેમ્પિયન આરતી રાવ પણ ચૂંટણી લડી શકે છે. આરતીએ હરિયાણાના અટેલી, કોસલી અને બહાદશાપુરની કોઈપણ એક સીટ પર ભાજપ પાસેથી ટિકિટ માંગી છે. આરતી રાવના પિતા ઈન્દ્રજીત સિંહ કેન્દ્ર સરકારમાં મંત્રી છે.
સ્વીટી બૂરા બરવાળા સીટ પરથી ટિકિટ
હેવીવેઇટ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન સ્વીટી બૂરાએ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં બરવાલા બેઠક પરથી ભાજપની ટિકિટ માંગી છે. સ્વીટી જાહેર સભાઓ પણ કરી રહી છે. પૂર્વ ભારતીય કબડ્ડી કેપ્ટન દીપક હુડ્ડા જે મહમ બેઠક પરથી ભાજપની ટિકિટ માંગી રહ્યા છે તે તેના પતિ છે.
યોગેશ્વર દત્ત
ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલર યોગેશ્વર દત્ત હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ગોટાણા સીટ પરથી ભાજપમાંથી ટિકિટ માંગી રહ્યા છે. તે બરોદામાંથી બે વખત વિધાનસભાની ચૂંટણી હારી ચૂક્યા છે.
વિજેન્દ્ર સિંહ ચૂંટણી લડી શકે છે
ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર વિજેન્દ્ર સિંહ પણ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં પોતાનું નસીબ અજમાવી શકે છે. અગાઉ તે કોંગ્રેસમાં હતા. દક્ષિણ દિલ્હી બેઠક પરથી લોકસભા ચૂંટણી 2019 લડી અને હારી ગયા. પછી તે ભાજપમાં જોડાયા. હજુ એ નક્કી નથી થયું કે વિજેન્દ્ર સિંહ કઈ સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
