PM મોદીની આ 3 નિષ્ફળતાઓ પર અધ્યયન કરશે હાવર્ડ બિઝનેસ સ્કૂલઃ રાહુલ ગાંધી
કોરોના વિશે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરીથી મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે.
એક તરફ દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે અને બીજી તરફ રાજકારણ પણ ગરમાયુ છે. કોરોના વિશે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરીથી મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીના જણાવ્યા મુજબ પીએમ મોદીના ઘણા નિર્ણયો ખોટા સાબિત થયા છે જેના કારણે દુનિયાની સૌથી ટૉપ વિશ્વવિદ્યાલય હાવર્ડ તેના પર અધ્યયન કરી શકે છે. આ પહેલા તેમણે વેન્ટીલેટરની ક્વૉલિટી પર સવાલ ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ટ્વિટ દ્વારા નિશાન સાધ્યુ. તેમણે લખ્યુ કે ભવિષ્માં હાવર્ડ બિઝનેસ સ્કૂલ મોદીની નિષ્ફળતાઓ પર આ ત્રણ અભ્યાસ કરશે. જેમાં પહેલા કોવિડ-19, બીજુ નોટબંધી અને ત્રીજુ જીએસટી લાગુ કરવાની છે. આ સાથે જ રાહુલ ગાંધીએ પીએમ મોદીના એક નિવેદનનો વીડિયો પણ અટેચ કર્યો છે. જેમાં પીએમ મોદી લોકોના આરોગ્યકર્મીઓનુ પ્રોત્સાહ વધારવા માટે થાળી અને ઘંટડી વગાડવાની અપીલ કરી રહ્યા છે. આ સાથે જ એક ગ્રાફ પણ ચાલી રહ્યો છે જેમાં બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે 103 દિવસમાં કોરોનાના કેસ 48થી 6.5 લાખ થઈ ગયો.
વેન્ટીલેટર પર ઉઠાવ્યા સવાલ
આ સાથે રાહુલ ગાંધીએ રવિવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક સમાચાર શેર કરીને લખ્યુ, સરકાર લોકોનો જીવ જોખમમાં નાખી રહ્યા છે. એ સુનિશ્ચિક કરવામાં આવે કે પીએમ કેર્સ ફંડના પૈસા સારા ઉપકરણોને ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. રાહુલે જે સમાચાર માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ તે રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વેન્ટીલેટરનના ખર્ચને ઘટાડવા માટે કંપનીએ સૉફ્ટવેરમાં હેરફેર કર્યો. આ પહેલા પણ પીએમ કેર્સ ફંડ વિશે માંગ કરી હતી કે સરકાર લોકોને દાનના પૈસા ક્યાં ખર્ચ કરી રહી છે તેનુ આખુ વિવરણ આપે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
