Gyanvapi Masjid Case: અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વે પર રોક લગાવવાનો કર્યો ઈનકાર
Gyanvapi ASI Survey: ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વેને લઈને મોટો નિર્ણય આવ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે અને સર્વે ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
જ્ઞાનવાપી સર્વે કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વે પર સ્ટે આપવામાં આવશે નહીં. હાઇકોર્ટે સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે.

અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા મસ્જિદ સંકુલના ASI સર્વેક્ષણને પડકારતી અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિની અરજીને ફગાવી દીધી હતી. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વારાણસી જિલ્લા ન્યાયાધીશના 21 જુલાઈના આદેશને પડકાર્યો હતો.
વાસ્તવમાં, મુસ્લિમ પક્ષે સર્વેક્ષણમાંથી માળખાને નુકસાન વિશે કહ્યું હતું, ત્યારબાદ ASI દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી અને તેમાં કોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે પરિસરને કોઈ નુકસાન નહીં થાય. અલાહાબાદ હાઈકોર્ટે એએસઆઈની એફિડેવિટ વાંચીને આ ચુકાદો આપ્યો છે. હવે કોર્ટના આ નિર્ણય બાદ ASI ગમે ત્યારે મસ્જિદ પરિસરનો સર્વે શરૂ કરી શકે છે. હિંદુ પક્ષના વકીલ અનુસાર, કોર્ટે એ પણ સ્વીકાર્યું કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
