Gyanvapi Case : જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો, ASI સર્વેને લઈને જાણો કોર્ટે શું કહ્યું?
Gyanvapi Case ASI Survey : વારાણસીની જ્ઞાનવાપી વિવાદ કેસમાં હિન્દુ પક્ષને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.
મસ્જિદમાં એએસઆઈ સર્વેને લઈને મામલો કોર્ટમાં છે ત્યારે સૂનાવણી કરતા કોર્ટે હિન્દુ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે સર્વે કરાવવાની માંગ પર રોક લગાવી છે.

વારાણસીના સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટે ચુકાદો આપતા એએસઆઈ સર્વેની માગણી કરતી હિન્દુ પક્ષની અરજીને ફગાવી દીધી છે.
હિન્દુ પક્ષના વકીલ વિજય શંકર રસ્તોગીએ જણાવ્યું કે, ASI દ્વારા સમગ્ર જ્ઞાનવાપી વિસ્તારની સુરક્ષાના વધારાના સર્વેની અમારી અરજી કોર્ટે ફગાવી છે. આ નિર્ણય સામે અમે હાઈકોર્ટ જઈશું.
જણાવી દઈએ કે, કોર્ટમાં હિન્દુ પક્ષે જ્ઞાનવાપીના મુખ્ય ગુંબજની નીચે શિવલિંગ હોવાનો દાવો કર્યો છે. આ સાથે હિન્દુ પક્ષે અહીં ખોદકામ કરીને ASI સર્વેની માંગણી કરી છે. મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની અરજીનો વિરોધ કરતા કહ્યું કે ખોદકામથી મસ્જિદની જગ્યાને નુકસાન થઈ શકે છે.
જણાવી દઈએ કે, જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ આજકાલનો નથી. આ કેસ 1991થી કોર્ટમાં છે. 1991માં હરિહર પાંડે, સોમનાથ વ્યાસ અને રામરંગ શર્માએ જ્ઞાનવાપી મસ્જિદના માલિકી હક્ક માટે અરજી દાખલ કરી હતી.
લગભગ બે દાયકા સુધી ચાલેલી સુનાવણી પછી હિન્દુ પક્ષે દ્વારા વારાણસીની સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બે માંગણીઓ મુકી હતી.
સૌપ્રથમ માંગણી કરવામાં આવી હતી કે વજુખાનાનો ASI સર્વે કરાવવામા આવે, જેથી ખરેખર શિવલિંગ છે કે ફુવારો છે તે જાણી શકાય.
હિન્દુ પક્ષનો દાવો છે કે મસ્જિદના મુખ્ય ગુંબજની નીચે 100 ફૂટનું શિવલિંગ છે. આ સ્થિતિમાં મસ્જિદની રચનાને નુકસાન પહોંચાડ્યા વિના ખોદકામ કરવું જોઈએ, જેથી શિવલિંગનો દાવો જાણી શકાય. જણાવી દઈએ કે વજુખાનાને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સીલ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
