Gyanvapi Case : જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે રિપોર્ટ સાર્વજનિક કરાશે
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, વારાણસી કોર્ટે પક્ષકારોને ASI સર્વે રિપોર્ટ સોંપવાનો નિર્ણય કર્યો છે.
વારાણસી કોર્ટે આદેશમાં કહ્યું કે, ASI રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે અને તેની હાર્ડ કોપી બંને પક્ષકારોને આપવામાં આવે. આ સ્થિતિમાં હવે જ્ઞાનવાપી સર્વે સંબંધિત ASI રિપોર્ટ પક્ષકારોને સોંપવામાં આવશે.

આ સિવાય જ્ઞાનવાપીના તમામ કેસોની આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીના રોજ નક્કી કરવામાં આવી છે. 92 દિવસ સુધી ચાલેલા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વેનો રિપોર્ટ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
આ સ્થિતિમાં જિલ્લા અદાલતે આ ASI રિપોર્ટને સાર્વજનિક કરવા મામલે 24 જાન્યુઆરીએ મહત્વની સુનાવણી હાથ ધરી હતી. હવે બે-ત્રણ દિવસમાં સર્વે રિપોર્ટ બહાર આવે તેવી શક્યતા છે.
હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, આજે કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા અને એ વાત પર સહમતિ સધાઈ કે ASI રિપોર્ટની હાર્ડ કોપી બંને પક્ષોને આપવામાં આવશે. ASI એ ઈમેલ દ્વારા રિપોર્ટ આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે બંને પક્ષો રિપોર્ટની હાર્ડ કોપી મેળવવા માટે સંમત થયા.
તેમણે કહ્યું, કોર્ટે આજે બંને પક્ષોને સાંભળ્યા. બંને પક્ષોને સાંભળ્યા પછી એ વાત પર સહમતિ સધાઈ છે કે ASI રિપોર્ટની પ્રમાણિત નકલ બંને પક્ષકારોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોર્ટ આદેશ પસાર કરતાની સાથે જ અમારી કાનૂની ટીમ પ્રમાણિત નકલ માટે અરજી કરશે.
અગાઉ 16 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે હિંદુ પક્ષના એક અરજદારની અરજીને સ્વીકારી હતી, જેમાં જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનાના સમગ્ર વિસ્તારને સાફ કરવા અને સ્વચ્છતાની સ્થિતિ જાળવવા નિર્દેશ માંગવામાં આવ્યો હતો. જ્યાં કથિત શિવલિંગ મળ્યુ હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
