ગુજરાતે નારીશક્તિના ગૌરવ-સન્માનની પ્રેરક દિશા દેશને બતાવી છે: આનંદીબેન
પાનીપત, 21 જાન્યુઆરી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતે મહિલા સશકિતકરણ અને માતા-દિકરી-બહેનોના આત્મ સન્માન ગૌરવ માટે દેશભરમાં અગ્રેસર રહી જેન્ડર બજેટનો કોન્સેપ્ટ અપનાવ્યો છે તેમ ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું. આનંદીબહેન પટેલે હરિયાણાના પાનીપતમાં ‘બેસ્ટ પ્રેકટીસીસ ફોર વીમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ' વિષયક નેશનલ વર્કશોપમાં સંબોધન કર્યું હતું.
કેન્દ્રીય મહિલા બાળવિકાસ મંત્રી મેનકા ગાંધી, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ મહાનુભાવો આ વર્કશોપના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. જેન્ડર બજેટના આ નવતર અભિગમમાં મહિલા-નારીશકિતને સ્પર્શતી વિવિધ કલ્યાણ યોજનાઓનું ફલક વિસ્તારવા અલાયદા બજેટ પ્રાવધાન કરવામાં આવ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

- હરિયાણા-પાનીપત: બેસ્ટ પ્રેક્ટીસીસ ફોર વીમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ નેશનલ વર્કશોપ
- ગુજરાતે નારીશકિતના ગૌરવ-સન્માનની પ્રેરક દિશા દેશને બતાવી છે: ગુજરાતના મુખ્યમંત્રીનું પ્રભાવક સંબોધન
- આનંદીબહેન પટેલઃ નારી સશકિ્તકરણનો ગુજરાત પ્રયોગ જેન્ડર બજેટ
- બે લાખથી અધિક સખીમંડળો દ્વારા ૩૦ લાખ ગ્રામીણ નારીશકિતના હાથમાં ર હજાર કરોડનો આર્થિક કારોબાર સોંપ્યો છે
- કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ફલશ્રુતિએ કન્યા ડ્રોપઆઉટ રેઇટમાં નોંધપાત્ર ઘટાડો
- મહિલાશકિ્તના સામર્થ્યને નિખાર આપવા પોલીસ સેવામાં ૩૩ ટકા આરક્ષણ
- માતા-બાળ આરોગ્ય માવજત-જતન માટે મુખ્યમંત્રી અમૃતમ ‘મા' વાત્સલ્ય યોજનાનો વ્યાપ વિસ્તાર્યો
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં નારી ગૌરવનિતી અને નારી અદાલતો પણ કાર્યાન્વિત કરવામાં આવી છે, સાથોસાથ ગ્રામીણ મહિલાશકિતને આર્થિક ઉન્નતિનો આધાર આપતા રાજ્યવ્યાપી બે લાખથી વધુ સખીમંડળો મિશન મંગલમ અન્વયે રચીને ત્રીસ લાખ ઉપરાંત માતા-બહેનોના હાથમાં ર૦૦૦ કરોડનો કારોબાર સોંપ્યો છે. મહિલાઓને સ્વરોજગાર અને કૌશલ્યવર્ધન તાલીમ પણ આપી છે.
આનંદીબહેને સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન કન્યા શિક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ આપીને પ્રતિવર્ષ જૂન માસમાં શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી સહિત સમગ્ર સરકારને આ શિક્ષણ યજ્ઞમાં જોડવાની ફલશ્રુતિએ ગુજરાતમાં આજે કન્યાઓનો ડ્રોપ આઉટ રેઇટ બે ટકા સુધી લઇ જવામાં સફળતા મેળવી છે.
મુખ્યમંત્રીએ માતા અને બાળ આરોગ્ય સંભાળ માટેના ગુજરાત પ્રયોગની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે, સલામત અને આરોગ્યપ્રદ પ્રસુતિ માટેની ચિરંજીવી યોજનાને પરિણામે ૯પ ટકા બહેનો-માતાઓની પ્રસુતિ ઇન્સ્ટીટયુશનલાઇઝડ થાય છે આને પરિણામે માતા-બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પ્રસુતા માતા અને નવજાત શિશુને હસતા ખેલતા સહિસલામત ઘરે પહોંચાડવા ખિલખિલાટ વાનની સફળતાની ગાથા પણ તેમણે આપી હતી.

આનંદીબહેને નારીશકિતને યોગ્ય અવસર આપવા માટે રાજ્ય સેવાઓમાં પોલીસદળમાં ભરતી સહિત ૩૩ ટકા મહિલા આરક્ષણ, IAS, IPS જેવી ઉચ્ચ સ્પર્ધાત્મક પરિક્ષામાં પ્રારંભિક સફળતા મેળવનાર દિકરીઓને રૂ. ૯૦ હજારની સહાય, સુરક્ષા સેતુ અન્વયે સ્વરક્ષણની સઘન તાલીમની જાણકારી પણ આપી હતી.
મુખ્યમંત્રીએ ગ્રામીણ નારીશકિતને પશુપાલન-દૂધ ઉત્પાદન વ્યવસાયમાં પ્રોત્સાહન માટે અપાતી ઉદાત સહાય-સાધનની તેમજ ઘર શૌચાલય નિર્માણના સમાજદાયિત્વ અભિયાનની વિશેષતાઓ વર્ણવી હતી. તેમણે આગામી બે વર્ષમાં રાજ્યના હરેક ઘરને શૌચાલય સુવિધાથી સાંકળી લઇ માતા-બહેનોના ગૌરવ સન્માનની પ્રતિબધ્ધતા દોહરાવી હતી.
આનંદીબહેને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘બેટી બચાવો-બેટી પઢાઓ'નો જે વિચાર દેશ સમક્ષ મૂકયો છે તેની સરાહના કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સમગ્રતયા નારીશકિત અને દિકરીઓ-માતા-બહેનો માટે હવે સાચ અર્થમાં ‘અચ્છે દિન આ ગયે હૈં' આ વર્કશોપમાં મહિલા બાળકલ્યાણ રાજ્યમંત્રી પ્રો. વસુબેહન ત્રિવેદી તથા ભારતના વિવિધ રાજ્યોના મંત્રીશ્રીઓ, વિધાયકો, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ









Click it and Unblock the Notifications
