Gujarat Election: ગુજરાતમાં મતદાન માટે મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય, રજા માટે જાહેર કર્યો આ આદેશ
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનુ છે માટે વધુને વધુ લોકો આમાં ભાગ લે તે માટે મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કર્યો છે.
Gujarat Election: ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનુ છે માટે વધુને વધુ લોકો આમાં ભાગ લે તે માટે મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કરીને કહ્યુ છે કે ગુજરાતના જે લોકો મહારાષ્ટ્રમાં રહે છે તેમને મતદાન માટે એક દિવસની પેઈડ લીવ આપવામાં આવશે. આ આદેશ ગુજરાતના સીમાવર્તી જિલ્લાઓ જેવા કે પાલઘર, નાસિક, નંદૂરબાર અને ધૂલા માટે છે. મહારાષ્ટ્ર સરકારના જીઆરમાં એક દિવસની પેઈડ લીવ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદારોને આપવાનુ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, બધી ખાનગી કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે આ આદેશનુ પાલન કરે. જો ક્યાંય પણ આનુ ઉલ્લંઘન થયુ તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારે ખાનગી કંપનીઓને આ આદેશનુ ચુસ્તપણે પાલન કરવા જણાવ્યુ છે. અપવાદના કિસ્સામાં જો કોઈ કર્મચારીને આખા દિવસની રજા ન આપી શકાય તો તેને ઓછામાં ઓછા 2 કલાકની રજા આપવી જરૂરી છે. આ માટે જિલ્લા અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીની પરવાનગી લેવાની રહેશે. સરકારના આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ છે કે જો આદેશનું પાલન નહિ થાય તો કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનુ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપ 27 વર્ષથી સત્તા પર છે ત્યાં બીજી તરફ કોંગ્રેસે ગઈ ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરીને આ વખતની ચૂંટણીમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. રાહુલ ગાંધી ખુદ ભારત જોડો યાત્રા છોડીને પ્રચાર કરવા આવી પહોંચ્યા છે. વળી, આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ સહિત તમામ વરિષ્ઠ નેતાઓ અહીં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
