Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફેસબુક પોસ્ટ પર FIR દાખલ કરતા પૂર્વે પોલીસે લેવી પડશે મંજૂરી

facebook
નવીદિલ્હી, 29 નવેમ્બર: ફેસુબક પોસ્ટને લઇને આઇટી એક્ટની કલમ 66 (એ) હેઠળ કરવામા આવેલી ધરપકડ પર ઉઠેલા વિવાદ બાદ સરકારે ગુરવારે નવા દિશા-નિર્દેશ દાખલ કર્યા છે. સરકારે આ નવી ગાઇડલાઇન્સમાં કહ્યું છે કે આ કલમ હેઠળ ધરપકડ કરતા પહેલા ગ્રામીણ વિસ્તારોમાં ડીસીપી, જ્યારે મેટ્રોમાં આઇજી સ્તરના અધિકારીઓની મંજૂરી લેવી ફરજીયાત બનશે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા શિવ સેના પ્રમુખ બાળ ઠાકરેના નિધન બાદ ફેસબુક પર મુંબઇ બંધના વિરોધમાં ફેસબુક પર કોમેન્ટ પોસ્ટ કરનાર બે છોકરીઓની ધરપકડ કરવામાં આવી હતી, આટલું જ નહીં પરંતુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એમએનએસ સુપ્રીમો રાજ ઠાકરે અને મહારાષ્ટ્રના લોકો વિરુદ્ધ આપત્તિજનક કોમેન્ટ પોસ્ટ કરનાર એક યુવકની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સરકારે નવા દિશા-નિર્દેશ રજૂ કરતા કહ્યું છે કે, ગ્રામીણ વિસ્તારો સંબંધિત મામલામાં પોલીસ અધિકારી ડીસીપી રેન્ક અને મેટ્રોમાં પોલીસ અધિકારી આઇજી રેન્કના અધિકારીઓની મંજૂરી વગર આઇટી એક્ટની કલમ 66 (એ) હેઠળ ફરિયાદ નહીં લખી શકે.

સૂત્રોનું વધુમાં કહેવું છેકે, સરકારને પૂરો વિશ્વાસ છે કે આ નિમયો લાગુ થતાં જ આવી વારદાતો પર અંકુશ લાગી જશે. આઇટી કાયદાની કલમ 66(એ) હેઠળ ફરિયાદ દાખલ કરવા સંબંધે નવા દિશા-નિર્દેશથી રાજ્ય સરકારોને ટૂંક સમયમાં અવગત કરવામાં આવશે. નોંધનીય છે કે કલમ 66 (એ) ગુન્હો સાબિત થશે તો ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X