PM Awas Yojana : પીએમ આવાસ યોજના અંગે સરકારે કરી મોટી જાહેરાત, લાભાર્થીને થશે આ ફાયદાઓ
PM Awas Yojana : કેન્દ્ર સરકારની પીએમ આવાસ યોજનાના લાભાર્થી માટે આ સમાચાર ખાસ બની રહેશે. સરકારે પીએમ આવાસ યોજના અંગે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતને કારણે લાભાર્થીઓને મળશે મોટા લાભ.
PM Awas Yojana : કેન્દ્ર સરકારની પીએમ આવાસ યોજનાના લાભાર્થી માટે આ સમાચાર ખાસ બની રહેશે. સરકારે પીએમ આવાસ યોજના અંગે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતને કારણે લાભાર્થીઓને મળશે મોટા લાભ. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામિણને 2024 સુધી ચાલુ રાખવાની મજૂરી આપવામાં આવી છે.

PM આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત
અત્રે નોંધનીય છે કે, સરકારે પીએમ આવાસ યોજના- ગ્રામીણ હેઠળ 2.95 કરોડ પાકાં મકાનો ફાળવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ 2 કરોડ પાકાં મકાનો બનાવવામાં આવ્યા છે, પરંતુ હજૂ પણ આવા ઘણા પરિવારો બાકી છે, જેને ધ્યાનમાં રાખીને 2024 સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી લાખો ગ્રામજનોને ઘણો ફાયદો થશે.

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ યોજનામાં કેન્દ્ર સરકારનો કુલ ખર્ચ 1,43,782 કરોડ રૂપિયા હશે અને તેમાં નાબાર્ડનેલોનના વ્યાજની ચુકવણી માટેના 18,676 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
આ યોજના દ્વારા સરકાર પહાડી રાજ્યોને 90 ટકા અને 10 ટકાના આધારે ચૂકવણી પણ કરે છે. જ્યારે બાકીના 60 ટકા અને 40 ટકા કેન્દ્ર અને રાજ્યો ચૂકવે છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાંસરકાર 100 ટકા નાણાં ખર્ચે છે.

શૌચાલય બનાવવા માટે સહાય
અત્રે એ પણ નોંધનીય છે કે, સરકાર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા આપે છે, જે બિલ્ડિંગના નિર્માણ ઉપરાંત આપવામાં આવે છે. આ યોજના હેઠળ દરેક પરિવારને પાકું મકાન, પાણી, વીજળી અને શૌચાલય આપવાનો સરકારનો સંકલ્પ પૂર્ણ થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
