સરકારે લશ્કરના પ્રોક્સી આતંકવાદી સંગઠન TRF પર લગાવ્યો પ્રતિબંધ, અબૂ ખુબૈબને જાહેર કર્યો આતંકવાદી
પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સહયોગી સંગઠન ટીઆરએફ પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે.
નવી દિલ્લીઃ સરકારે પાકિસ્તાન આધારિત આતંકવાદી સમૂહ લશ્કર-એ-તૈયબાના સહયોગી સંગઠન 'ધ રેજિસ્ટન્સ ફ્રંટ'(ટીઆરએફ) પર ગુરુવારે પ્રતિબંધ લગાવી દીધો. ગૃહ મંત્રાલયે તેના બધા અભિવ્યક્તિઓ અને આગળના સંગઠનોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ(નિવારણ) અધિનિયમ 1967 હેઠળ આતંકવાદી સંગઠનો તરીકે જાહેર કર્યા છે.

ગૃહ મંત્રાલયે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના કમાન્ડર શેખ સજ્જાદ ગુલને પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967ની ચોથી સૂચિ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. ગૃહ મંત્રાલયે 5 જાન્યુઆરીએ મોહમ્મદ અમીન ખૂબૈબ ઉર્ફે અબુ ખુબૈબને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) એક્ટ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાનો રહેવાસી ખૂબૈબ હાલમાં પાકિસ્તાનમાં છે અને તે લશ્કર-એ-તૈયબાના લૉન્ચિંગ કમાન્ડર તરીકે સેવા આપી રહ્યો છે.
ટીઆરએફ આતંકવાદી સંગઠનની રચના 2019માં થઈ હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ આ સંગઠન યુવાનોની ઓનલાઈન ભરતી કરીને તેમને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરી રહ્યુ છે. ટીઆરએફ સરહદ પારથી ઘૂસણખોરી અને હથિયારો અને ડ્રગ્સની દાણચોરીમાં સામેલ છે. ગૃહ મંત્રાલયે કહ્યુ કે આતંકવાદી સંગઠન સોશિયલ મીડિયા પર જમ્મુ-કાશ્મીરના લોકોને ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યુ છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ સુરક્ષા દળો અને નાગરિકોને મારવાની યોજના ઘડવા બદલ ટીઆરએફના સભ્યો અને સહયોગીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને નાગરિકો પર હુમલા સંબંધિત મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. ગૃહ મંત્રાલયે તેના અહેવાલમાં જણાવ્યુ છે કે ટીઆરએફ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ઘાતક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
