Gorakhpur News : CM યોગીએ વિદ્યાર્થીઓને આપી લેપટોપની ભેટ, કહી આ મોટી વાત
Gorakhpur News : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારના રોજ ગોરખપુરમાં 82 વિદ્યાર્થીઓને લેપટોપનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા.
Gorakhpur News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારના રોજ ગોરખપુર સ્થિત ગંભીરનાથ પ્રેક્ષાગૃહમાં બાલ સેવા યોજના અંર્ગત 82 લાભાર્થી વિદ્યાર્થીઓને લેપટોપ વિતરણ કર્યા હતા. આ સાથે મુખ્યમંત્રી યોગીએ 20 મહિલા મંગળ દળોને રમતગમતની કીટનું વિતરણ કર્યું હતું. કન્યા સુમંગલા યોજના અંતર્ગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહન રકમ આપી હતી.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, સરકાર વિદ્યાર્થીઓને ડિજિટલ ઈન્ડિયા સાથે જોડવા માટે ખાસ પ્રયાસો કરી રહી છે. આ ઉપક્રમે વિદ્યાર્થીઓને લેપટોપનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને તેઓ દેશ અને વિશ્વની નવીનતમ માહિતી સાથે જોડાઈ શકે છે. જેથી કરીને આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતુ કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ કોરોના જેવી વૈશ્વિક મહામારીમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યો છે. સરકાર દ્વારા લોકોને મફત રાશન આપવામાં આવે છે. આ સાથે સરકારે શક્ય તમામ મદદ કરી હતી. કોરોના પીડિતોના પરિવારોને રાહત આપવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી બાળ યોજના પણ આનો એક ભાગ છે. જે અંતર્ગત કોરોનાથી પીડિત બાળકો વયસ્ક ન થાય, ત્યાં સુધી 4 હજાર રૂપિયા આપવામાં આવશે. 18 વર્ષની ઉંમરે પહોંચવા પર, આ બાળકોને 23 વર્ષની ઉંમર સુધી પીએમ કેર ફંડમાંથી ફંડ આપવામાં આવશે. જ્યારે રાજ્યમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના (સામાન્ય) હેઠળ પસંદ કરાયેલા બાળકોને દર મહિને રૂપિયા 2500 આપવામાં આવી રહ્યા છે, જેમના માતા-પિતા, બંને અથવા તેમાંથી એકનું કોરોના સમયગાળા દરમિયાન અન્ય કોઈ કારણોસર મૃત્યુ થયું હતું.
આ સાથે બાળકીને પ્રોત્સાહન આપવા માટે બેટી બચાવો-બેટી પઢાવો જેવા અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે. આ તમામ યોજનાઓ દ્વારા પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. છોકરીઓને મફત શિક્ષણ આપવામાં આવે છે.
મુખ્યમંત્રી યોગીએ વિદ્યાર્થીઓને સખત મહેનત કરવા જણાવ્યું હતું. સીએમ યોગીએ જણાવ્યું હતું કે, મહેનતનો કોઈ વિકલ્પ નથી. એટલા માટે નિષ્ફળતા મળ્યા બાદ પણ મહેનત કરતા રહેવું જોઇએ.
મુખ્યમંત્રી યોગીએ જે બાળકોને લેપટોપ અપાવ્યા તેમાં વિક્રમ માલવિયા, અદિતિ ગુપ્તા, અંશિકા કન્નૌજિયા, આરિફ અલી, રાજન પાસવાન, શુભમ સિંહ, સ્નેહા ગુપ્તા, અનિકેત મુખર્જી, રિતુ કુમારી, અંશિકા શ્રીવાસ્તવ અને અન્ય વિદ્યાર્થીઓ સામેલ હતા.
હોળીના તહેવારની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ ઉત્સાહ અને આનંદનો તહેવાર છે. જે આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ. અસત્યનો ત્યાગ કરીને હંમેશા સત્યના માર્ગે ચાલવું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
