સની દેઓલના કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ આ કન્નડ અભિનેત્રી, જાણો શું છે મામલો
સની વિશે જાણવા માટે લોકો વચ્ચે હોડ લાગી ગઈ છે પરંતુ તેમના ચક્કરમાં કન્નડ અભિનેત્રી પૂજા ગાંધીની બલ્લે બલ્લે થઈ ગઈ છે.
બોલિવુડ સુપરસ્ટાર સની દેઓલ ભાજપમાં જોડાઈને પંજાબના ગુરદાસપુર સીટથી ચૂંટણી અખાડામાં ઉતર્યા છે, પોતાના અભિનયથી લોકોને ઘાયલ કરનાર સની વિશે જાણવા માટે લોકો વચ્ચે હોડ લાગી ગઈ છે પરંતુ તેમના ચક્કરમાં કન્નડ અભિનેત્રી પૂજા ગાંધીની બલ્લે બલ્લે થઈ ગઈ છે. હવે તમે પૂછશો કેવી રીતે, તો સાંભળો, વાસ્તવમાં સની સામાન્ય રીતે સોશિયલ મીડિયાથી ઘણા દૂર રહે છે એટલે તેમની પત્ની અને બાળકો વિશે વધુ માહિતી સોશિયલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી.

ગૂગલે પૂજા ગાંધીને ગણાવ્યા સની દેઓલના પત્ની
લોકો સની વિશે જાણવા માટે ગૂગલને સહારો લઈ રહ્યા છે પરંતુ આ વખતે ગૂગલથી પણ ભૂલ થઈ ગઈ કારણકે સની દેઓલની પત્ની સર્ચ કરવા પર ગૂગલ જેનો ફોટો બતાવી રહ્યુ છે તો સનીની પત્ની પૂજા દેઓલ નહિ પરંતુ કન્નડની લોકપ્રિય અભિનેત્રી પૂજા ગાંધી છે જેને પૂજા દેઓલ માનીને લોકો અભિનેત્રીના સોશિયલ અકાઉન્ટર પર તેનો ફોટો શોધવા લાગ્યા.

સાઉથની નંબર વન અભિનેત્રી ગણાય છે પૂજા ગાંધી
તમને જણાવી દઈએ કે પૂજા ગાંધીને સાઉથની નંબર વન અભિનેત્રીની લિસ્ટમાં શામેલ કરવામાં આવે છે તે કન્નડ ઉપરાંત તમિલ, મલયાલમ, બંગાળી અને હિંદી ફિલ્મોમાં પણ જોવા મળે છે. તેને મોટી સફળતા 2006માં બનેલી ફિલ્મ ‘મૂંગરુ માલે' નામની ફિલ્મથી મળી હતી.

ખૂબ લોકપ્રિય છે પૂજા ગાંધી
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ સફળ રહી હતી જે બાદ પૂજા સૌથી વધુ પ્રસિદ્ધ અને વધુ પૈસા લેતી દક્ષિણ ભારતીય સિનેમાની અભિનેત્રીઓની લિસ્ટમાં શામેલ થઈ ગઈ. આ ફિલ્મમાં તેના અભિનયના કારણે તેને ઘણા બધા પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા હતા.

વિવાદો સાથે છે પૂજાને સંબંધ
આમ તો અત્યંત સુંદર પૂજા ગાંધીનો વિવાદો સાથે જૂનો સંબંધ રહ્યો છે. થોડા દિવસો પહેલા પૂજા હોટલમાંથી બિલ આપ્યા વિના ગાયબ થઈ જવાને કારણે ચર્ચામાં હતી. વાસ્તવમાં પૂજા બેંગલુરુના એક લક્ઝરી હોટલમાં રોકાઈ હતી અને ત્યાં 4.5 લાખ રૂપિયા બિલ આવ્યુ કે જે તે ચૂકવી શકી નહિ ત્યારબાદ તે ત્યાંથી પોતાનો સામાન લઈને ભાગી ગઈ, જ્યારે હોટલના માલિકને આ વાતની જાણ થઈ કે અભિનેત્રી પૈસા આપ્યા વિના હોટલ જતી રહી છે તો તેણે તેની સામે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પૂજાએ માંગ્યો હતો સમય
પોલિસ અધિકારીઓએ પૂજાને પોલિસ સ્ટેશન બોલાવી અને તેણે ત્યાં આખા બિલમાંથી 2 લાખ રૂપિયા ચૂકવ્યા. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ કે પૂજાએ હોટલના માલિકને વિનંતી કરી કે તે બાકીનું બિલ ચૂકવવા માટે થોડા દિવસનો સમય આપે અને હોટલ મેનેજમેન્ટે આ વાતની અનુમતિ તેને આપી દીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
