'વારાણસી શાઇનિંગ'માં મોદીને મદદ કરશે Google

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીના કલ્ચરને અને હેરિટેજનું નેશનલ હબ બનાવીને અનોખી રીતે ધન્યવાદ કરવા માંગે છે. સમાચાર છે કે પ્રોફેશનલ્સ અને કંસલ્ટેટ્સ વારાણસી અને તેની આપસાસ ટૂરિઝમ હૉટસ્પોટ શોધવા, બ્યૂટિફિકેશન, લૈંડસ્કેપિંગ અને શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મેપિંગ કરવાની કવાયદમાં લાગી છે.
રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદીના કાશી વિજનમાં શહેરના પૌરાણિક રીતે સુરક્ષિત રાખવા પર ભાર મૂક્યો છે. તેને 20 ઓગષ્ટના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીના એજંડામાં કેટલા મહિનામાં અહીં પર્યટકો માટે હેલ્પ સેંટર, એરપોર્ટનું અપગ્રેડેશન અને આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે વિઝા ઑન અરાઇવલ જેવી સુવિધાઓ પણ છે. નરેન્દ્ર મોદી અહીં સ્ટેટ ઑફ આર્ટ મ્યૂઝિક એકેડમી પણ બનાવવા માંગે છે. નરેન્દ્ર મોદીની સાથે કેટલીક બેઠકોમાં સામેલ થનાર કેટલાક લોકોના અનુસાર વારાણસી માટે મોદી શહેરના પૌરાણિક સ્વરૂપને જેમનું તેમ રાખવા માંગે છે.












Click it and Unblock the Notifications
