ખેડૂતો માટે સારા સમાચાર, જલ્દી ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે, જાણો શું કહ્યું હવામાન વિભાગે?
ચોમાસુ નબળુ પડતા ખેડૂતોની સ્થિતી કફોડી બની ગઈ છે. આ સ્થિતી વચ્ચે હવે હવામાન વિભાગે ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો બહુ જલ્દી સારો વરસાદ જોવા મળી શકે છે.
ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક નરેશ કુમારે માહિતી આપતા જણાવ્યુ કે, હાલમાં ચોમાસાનો નબળો તબક્કો ચાલી રહ્યો છે અને તેને થોડું અઠવાડિયું થઈ ગયું છે. તેનો પૂર્વી છેડો બંગાળની ખાડી તરફ દક્ષિણ તરફ વળ્યો છે.

આ સ્થિતીમાં ચોમાસુ એકાદ-બે દિવસ પછી તે ફરી સક્રિય થશે અને ત્યારબાદ ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની અપેક્ષા છે, અત્યારે અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. જણાવી દઈએ કે, આ વખતે હિમાચલમાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે, પરંતુ તેમ છતાં દેશના ઘણા રાજ્યો એવા છે જ્યાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતા ઓછો વરસાદ થયો છે.
અહેવાલો અનુસાર, વર્ષ 1901 પછી આ વખતે ઓગસ્ટ મહિનો ખૂબ જ ગરમ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં ચોથી વખત ચોમાસાએ બ્રેક લીધો છે, જેનાથી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. હાલમાં ઓછા વરસાદનું કારણ સક્રિય અલ નિનો જણાવાઈ રહ્યું છે.
આગામી 24 કલાકની વાત કરીએ તો દિલ્હીમાં વરસાદની શક્યતા નથી. બીજી તરફ હિમાચલ અને ઉત્તરાખંડમાં ચોમાસાને બ્રેક લાગી છે. જો કે પરંતુ પંજાબ, હરિયાણા, યુપી, એમપી, બિહાર અને ઝારખંડમાં વરસાદ પડી શકે છે.
ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે અને તેથી અહીં એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી સંભાવના છે અને તેથી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
