શિકાર કરતા ઈન્ટરનેશનલ ગોલ્ફર જ્યોતિ રંધાવાની ધરપકડ, જાનવરની ચામડી, રાઈફલ જપ્ત
યુપીમાં બોલિવુડ ફિલ્મ અભિનેત્રી ચિત્રાંગદાના પૂર્વ પતિ અને ઈન્ટરનેશનલ ગોલ્ફર જ્યોતિ રંધાવાની ધરપકડ કરવામાં આવી છે.
યુપીમાં બોલિવુડ ફિલ્મ અભિનેત્રી ચિત્રાંગદાના પૂર્વ પતિ અને ઈન્ટરનેશનલ ગોલ્ફર જ્યોતિ રંધાવાની ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ રંધાવાને સંરક્ષિત વન ક્ષેત્રમાં શિકાર કરવાના આરોપમાં પકડવામાં આવ્યા છે. તેમની પાસેથી જંગલી કૂકડા, સાંભરની ચામડી તેમજ ઝીરો પોઈન્ટ 22ની રાઈફલ પોલિસે જપ્ત કરી છે.

જાણકારી અનુસાર બહરાઈચના મોતીપુર પોલિસ સ્ટેશનના નાનપારા-લખીમપુર હાઈવે સાથે જોડાયેલા ગામમાં જ્યોતિંદર સિંહનું ફાર્મ હાઉસ છે. જ્યોતિંદર ઘણી વાર પોતાના સાથીઓ સાથે ફાર્મ હાઉસમાં આવીને રહે છે. મંગળવારે તે પોતાના ફાર્મ હાઉસ પર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે બુધવારની સવારે પોતાની સાથે મહેશ વિરાજદરની સાથે શિકાર માટે ખાનગી વાહનથી કતર્નિયા જંગલમાં ગયા હતા. મોતીપુર રેંજના બીટ નંબર 29થી સવારે લગભગ સાડા આઠ વાગે શિકાર કરવા પોતાના ફાર્મ હાઉસ પર પાછા આવી રહ્યા હતા. આ દરમિયાન ખપરિયા વન ચોકી પર તૈનાત વનકર્મિઓએ તેમને રોકી લીધા.

ડીએફઓ જે પી સિંહ મુજબ કતર્નિયાઘાટના મોતીપુર રેંજમાં જાનવરોનો શિકાર કરી રહ્યા હતા. રંધાવા પાસે એક .22ની રાઈફલ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. જંગલી કૂકડા તેમજ સાબરની ચામડી જપ્ત કરવામાં આવી છે. એસપીટીએફ ફોર્સના જવાન મોતીપુર રેંજ કાર્યાલયમાં લાવીને પૂછપરછ કરી રહી છે. વન વિભાગના અધિકારી પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. ડીએફઓ જીપી સિંહે જણાવ્યુ કે ઝીરો પોઈન્ટ 22ની રાઈફલ, 80 કારતૂસ, જંગલી કૂકડા તેમજ સાંભરની ચામડી મળી આવી છે. કેસ નોંધવામાં આવી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
