ગોવામાં કોંગ્રેસે વિપક્ષ નેતા માઈકલ લોબોને કર્યા સસ્પેન્ડ
ગોવામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ગૃહમાં વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરી દીધા છે.
ગોવાઃ ગોવામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ગૃહમાં વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરી દીધા છે. સોમવારે સાંજે કોંગ્રેસના 11માંથી 10 ધારાસભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી અને આ બેઠક બાદ કોંગ્રેસે કહ્યુ કે ભાજપે ગોવા કોંગ્રેસને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ યોજનામાં બે ધારાસભ્યો દિગંબર કામત અને માઈકલ લોબો સામેલ હતા. વળી, જ્યારે વિપક્ષના નેતા માઈકલ લોબો સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યુ કે આ સમગ્ર ઘટનાને ખૂબ જ અતિશયોક્તિપૂર્ણ રીતે કહેવામાં આવી છે, બહારના લોકોએ પાર્ટીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો.

સોમવારે સાંજે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં 10 ધારાસભ્યો હાજર હતા અને માત્ર દિગંબર કામત જ ગાયબ રહ્યા હતા. કામત કે જેઓ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે તેમને કોંગ્રેસ પક્ષ દ્વારા ગઈ ચૂંટણીઓમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ ચૂંટણી હાર્યા બાદ જ્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમને વિપક્ષના નેતા ન બનાવ્યા ત્યારે તેઓ આ અંગે નારાજ હતા. તેમણે જે રીતે પાર્ટી સાથે બળવો કર્યો તેના માટે કોંગ્રેસે સ્પીકરને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કામત અને લોબોને ગેરલાયક ઠેરવવા કહ્યુ છે. લોબો અને અન્ય પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં ન હતા. જેના પગલે પાર્ટીને એલર્ટ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સોનિયા ગાંધીએ પોતે હસ્તક્ષેપ કરીને કેન્દ્રીય નેતાઓને ગોવા મોકલ્યા હતા.
આ પહેલા લોબોએ કહ્યુ હતુ કે પાર્ટીમાં કેટલીક ગેરસમજ છે અને તે ટોચના નેતૃત્વને સમજાવશે પરંતુ તેમણે પાછળથી કહ્યુ કે વધુ વાતચીત લોકોને ભ્રમિત કરે છે. કોંગ્રેસના સૂત્રોનુ કહેવુ છે કે અમારી પાસે ભાજપના ચાર્ટર્ડ પ્લેનની યાદી છે, જેમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોને ગોવાની બહાર લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી. ભાજપના એક વરિષ્ઠ નેતા વ્યક્તિગત રીતે આ ધારાસભ્યોના સતત સંપર્કમાં હતા. આ ધારાસભ્યોને 15-20 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.
સૂત્રો મુજબ ભાજપે છેલ્લી ઘડીએ તેનો પ્લાન રદ કરવો પડ્યો હતો કારણ કે પક્ષપલટા વિરોધી કાયદાને ટાળવા માટે સંખ્યા પૂરતી ન હતી. આ માટે કોંગ્રેસના બે તૃતિયાંશ ધારાસભ્યોનુ સમર્થન જરૂરી હતુ. પક્ષપલટા વિરોધી કાયદો ઓછામાં ઓછા 8 ધારાસભ્યો જ્યારે અલગ પડે છે ત્યારે તેમને લાગુ પડતો નથી. તમને જણાવી દઈએ કે ગોવામાં 2019માં કોંગ્રેસના 17માંથી 15 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ પાર્ટીએ ધારાસભ્યોને ચર્ચ, મંદિરો, મસ્જિદોમાં પક્ષપલટા વિરુદ્ધ શપથ લેવડાવ્યા હતા અને રાહુલ ગાંધીની સામે સંકલ્પ લીધો હતો કે તેઓ પાર્ટીમાં જોડાયેલા રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
