ગેંગરેપ પીડિતાને માતાપિતાને સલાહ આપનારા ગોવાના CMની સફાઈ, કહ્યુ - મારે પણ 14 વર્ષની દીકરી છે
ગોવાના બીચ પર જે રીતે બે સગીર કિશોરીઓ સાથે ગેંગરેપની ઘટના બની તે બાદ રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નિવેદન પર હોબાળો થઈ રહ્યો છે.
પણજીઃ ગોવાના બીચ પર જે રીતે બે સગીર કિશોરીઓ સાથે ગેંગરેપની ઘટના બની તે બાદ રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નિવેદન પર હોબાળો થઈ રહ્યો છે. વિપક્ષ મુખ્યમંત્રીના નિવેદન બાદ તેમના પર પ્રહારો કરી રહ્યુ છે પરંતુ પોતાના નિવેદન પર સફાઈ આપીને પ્રમોદ સાવંતે કહ્યુ કે મારા નિવેદનનો ખોટી રીતે લેવામાં આવ્યુ છે. રાજ્યની સરકાના પ્રમુખ અને 14 વર્ષની એક દીકરીના પિતા હોવાના નાતે મને આ પ્રકારની ઘટનાથી ઘણુ દુઃખ છે. આ ઘટના બાદની પીડાને હું વર્ણવી નથી શકતો.

મુખ્યમંત્રીએ કહ્યુ કે મે ક્યારેય નથી કહ્યુ કે લોકોને કાયદા હેઠલ જે સુરક્ષા મેળવવાનો અધિકાર છે તે ન હોવો જોઈએ. મહિલાઓ અને બાળકોની સુરક્ષાની વાત આવે ત્યારે ગોવાની પોલિસ સંપૂર્ણપણે ખરા અર્થમાં પ્રોફેશનલ પોલિસ છે. પોલિસે આ મામલે ઘણી ઝડપથી કાર્યવાહી કરી છે અને બધા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હું તમને લોકોને આશ્વાસન આપવા માંગુ છુ કે હું એ સુનિશ્ચિત કરીશ કે દોષિતોને કાયદા હેઠળ કડકમાં કડક સજા મળે. નાગરિકોની સુરક્ષા હંમેશાથી મારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.
તમને જણાવી દઈએ કે ગોવાના બીચ પર બે સગીર કિશોરીઓ સાથે ગેંગરેપની ઘટના બાદ ગોવામાં આ અંગે હોબાળો થયો હતો. આ ઘટના પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે બાળકોના માતાપિતાએ આ અંગે વિચારવુ જોઈએ. તેમણે આખી રાત સગીર બાળકોને બીચ પર ન રહેવા દેવા જોઈએ. મુખ્યમંત્રીના આ નિવેદન બાદ વિપક્ષે તેમના પર હુમલો કરીને કહ્યુ હતુ કે મુખ્યમંત્રીએ પોતાના આ નિવેદન બાદ ખુરશી પર રહેવાનો કોઈ અધિકાર નથી. જો તે રાજ્યના લોકોને સુરક્ષા ન આપી શકતા હોય તો તેમને ખુરશી પર બેસવાનો અધિકાર નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
