લો બોલો, 50 મુસાફરોને લીધા વગર જ ઉડી ગઈ ગો ફર્સ્ટની ફ્લાઈટ, જાણો શું છે પુરો મામલો?
મુસાફરોએ એરલાઇન, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પીએમ કાર્યાલયને ટેગ કરીને ફરીયાદ કરી છે. ટ્વિટર પર કરાયેલી ફરિયાદ અનુસાર, બેંગલુરુથી દિલ્હીની ફ્લાઈટ 1.30 વાગ્યે 50 મુસાફરોને લીધા વિના ઉડી ગઈ હતી.
નવી દિલ્હી : આજકાલ વિમાન કંપનીઓમાં એક પછી એક મોટા વિવાદો સામે આવી રહ્યા છે. હાલમાં જ એક મુસાફરે નશાની હાલતમાં મહિલા પર પેશાબ કર્યા બાદ હવે ગો ફર્સ્ટની ફ્લાઈટ 50 યાત્રીઓને લીધા વગર જ ઉડી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી વિગતો અનુસાર યાત્રીઓ બસમાંથી ઉતરી ચુક્યા હતા અને ફ્લાઈટમાં પહોંચે તે પહેલા જ ફ્લાઈટ ઉડી ગઈ હતી. આ મુદ્દે યાત્રીઓએ ફરિયાદ પણ કરી છે.

સામે આવી રહેલી માહિતી અનુસાર, મુસાફરોએ એરલાઇન, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પીએમ કાર્યાલયને ટેગ કરીને ફરીયાદ કરી છે. ટ્વિટર પર કરાયેલી ફરિયાદ અનુસાર, બેંગલુરુથી દિલ્હીની ફ્લાઈટ 1.30 વાગ્યે 50 મુસાફરોને લીધા વિના ઉડી ગઈ હતી.
આ મુદ્દે એરલાઈને ખેદ વ્યક્ત કર્યો છે અને યાત્રીઓની વિગતો માંગી છે. આ મુદ્દે શ્રેયા સિન્હા નામની યુઝરે ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વિટમાં યુઝરે લખ્યું કે મુસાફરો સવારે 5.35 વાગ્યે એરક્રાફ્ટ સુધી પહોંચવા માટે એરપોર્ટની બસમાં ચઢ્યા પરંતુ એક કલાક સુધી બસમાં અટવાયા અને ફ્લાઇટ મુસાફરો વિના રવાના થઈ ગઈ.
અન્ય એક યુઝર્સે લખ્યુ કે, G8 116 (BL -DEL) એ મુસાફરોને છોડીને ઉડી ગઈ. સતીશે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ફ્લાઇટ માત્ર બસના એક જ યાત્રીને લઈ ગઈ અને બાકીના મુસાફરોને છોડી દીધા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
