રામ મંદિર અંગે ગિરિરાજ સિંહએ મુસલમાનોને ખુલ્લી ધમકી આપી
હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર ગિરિરાજ સિંહ ઘ્વારા રામ મંદિર અંગે ફરી એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે.
હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર ગિરિરાજ સિંહ ઘ્વારા રામ મંદિર અંગે ફરી એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. તેમને રામ મંદિર નિર્માણ અંગે મુસલમાનોને ચેતવણી આપી છે. ગિરિરાજ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મુસલમાનો ભગવાન રામના વંશજ છે, તેઓ મુઘલના વંશજ નથી. એટલા માટે તેમને પણ રામ મંદિરનું સમર્થન કરવું જોઈએ. ગિરિરાજ સિંહ ઘ્વારા આગળ જણાવવાંમાં આવ્યું કે જો મુસલમાનો રામ મંદિરનું સમર્થન નહીં કરે તો તેમને સારી રીતે ખબર છે કે હિંદુઓ તેમનાથી નફરત કરશે.
આ પણ વાંચો: મુસલમાનો પણ ભગવાન રામના વંશજ, મંદિર બનાવવા માટે મદદ કરે

સમર્થન નહીં કર્યું તો પરિણામની કલ્પના કરી લેજો
ગિરિરાજ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો મુસલમાનો વિરુદ્ધ હિન્દુઓની નફરત વધતી રહી તો તેના પરિણામની કલ્પના કરી શકાય છે. ગિરિરાજ સિંહએ આ નિવેદન રવિવારે બાગપતમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું, જ્યાં તેઓ જનસંખ્યા રોકો રેલીનું શુભારંભ કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમને કહ્યું કે રામ મંદિરનો મુદ્દો અને વધતી વસ્તીનો મુદ્દો નવો નિયમ બનાવીને ઉકેલી શકાય છે.

કેન્સર જેવી સમસ્યા
કેન્દ્રીય મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે હાલના સમયમાં રામ મંદિરનો મુદ્દો કેન્સર સમાન છે. જે હાલમાં બીજા સ્ટેજ પર છે. એવી પરિસ્થિતિમાં જો તેનો ઉપચાર નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં તેનો ઉપચાર કરવો અસંભવ બની જશે. તેમને મુસલમાનોને અપીલ કરી કે રામ મંદિરના નિર્માણ માટે તેમને પણ એક પગલું આગળ વધવાની જરૂર છે.

કાનૂન બને
વધતી વસ્તી અંગે પણ કેન્દ્રીય મંત્રીએ તેના માટે કાનૂન બનાવવાનું કહ્યું છે. તેમને કહ્યું કે જે લોકો નિર્ધારિત કરતા વધારે બાળકો પેદા કરે તેમના વિરુદ્ધ સખત કાનૂન બનવો જોઈએ. જે લોકો આ કાનૂન નહીં માને તેમની પાસેથી મત અધિકાર છીનવી લેવામાં આવે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા પણ ગિરિરાજ સિંહએ રામ મંદિર અને વધતી વસ્તી અંગે વિવાદિત નિવેદનો આપ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
