ડેઈલીહંટ પર મેળવો વિધાનસભા ચૂંટણી 2022ના સચોટ અને ઝડપી રિઝલ્ટ
ડેઈલીહંટ પર મેળવો વિધાનસભા ચૂંટણી 2022ના સચોટ અને ઝડપી રિઝલ્ટ
કોરોનાવાયરસના સંકટ વચ્ચે વર્ષ 2022ની શરૂઆત દેશ-દુનિયામાં કેટલાય મોટા ઘટનાક્રમથી થઈ છે. યૂક્રેન- રશિયા તણાવની સાથોસાથ લોકોની નજર ભારતમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામ પર પણ છે, જેની ઘોષણા 10 માર્ચે કરવામાં આવશે. મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી તમામ તબક્કામાં સંપન્ન થઈ ચૂકી છે. આ દરમિયાન બધા રાજ્યોની વિધાનસભાના પરિણામનો ઈંતેજાર છે.

ઉલ્લેખનીય છે કે પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં મતદાન સંપન્ન થયું, જ્યારે મણિપુરમાં 2 અને ઉત્તર પ્રદેશમાં સોમવારે 7મા તથા અંતિમ તબક્કામાં મતદાન પૂર્ણ થયું. યુપીમાં અત્યાર સુધી થયેલ મતદાનના આધારે ભાજપ અને સપામાં કાંટાની ટક્કર થતી જણાઈ રહી છે. જો કે 10 માર્ચે તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ભાજપને યુપી, ઉત્તરાખંડ અને મણિપુરમાં ઘણી ઉમ્મીદો છે, ખેડૂત આંદોલનને પગલે પાર્ટીને પંજાબમાં ઝાટકો લાગી શકે છે જ્યારે ગોવામાં સરકાર બનાવવા માટે ફરી એકવાર રાજનૈતિક સાંઠગાંઠ કરવી પડી શકે છે. યૂપીની વાત કરીએ તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બંપર જીત હાંસલ કરી હતી. વિધાનસભાની 403 સીટમાંથી ભાજપે 312 સીટ પર જીત નોંધાવી હતી. જ્યારે સમાજવાદી પાર્ટી માત્ર 47 સીટ સાથે બીજી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી. જો કે આ વખતે સપા પ્રમુખ અખિલેશ યાદવ યુપીમાં સત્તા પરિવર્તનને લઈ આત્મ વિશ્વાસુ જણાઈ રહ્યા છે.
પંજાબમાં સત્તા રૂઢ કોંગ્રેસ પાર્ટીને આ વખતે આકરો પડકાર મળી રહ્યો છે. એક તરફ આમ આદમી પાર્ટી અને બીજી તરફ ભાજપ અને કેપ્ટન અમરિંદર સિંહનું ગઠબંધન કોંગ્રેસ માટે ચિંતાનું કારણ બન્યું છે. 2017માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં જબરદસ્ત જીત હાંસલ કરી હતી. 117 સભ્યો ધરાવતી વિધાનસભામાં કોંગ્રેસના 77 ધારાસભ્યો જીત્યા હતા જ્યારે શિરોમણિ અકાળી દળ-ભાજપ ગઠબંધન માત્ર 18 સીટ સુધી સિમિત રહ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીને 20 સીટથી સંતોષ માનવો પડ્યો હતો.
ડેઈલીહંટ પર મળશે પાંચ રાજ્યોના સૌથી ઝડપી રિઝલ્ટ
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની ચૂંટણીના પરિણામ ડેઈલીહંટ જમીની સ્તરથી નિષ્પક્ષતા સાથે કવર કરી રહ્યું છે. અહીં તમને દરેક રાજ્ય સંબંધિત ચૂંટણીને લઈ લેટેસ્ટ અપડેટ સૌથી ઝડપી મળશે. ચૂંટણીના આંકડાઓની સાથોસાથ અમે અમારા વાચકો માટે કંઇક એવું વિશ્લેષણ પણ સામે રાખીએ છીએ, જે તેમને બીજે ક્યાંય નહીં મળે. તમામ પાંચ રાજ્યોની ચૂંટણીના લાઈવ પરિણામ મેળવવા માટે ડેઈલીહંટ સાથે બન્યા રહો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
