મુકેશ અંબાણીને પછાડી ગૌતમ અદાણી હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ!
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર બુધવારે શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરમાં અદભૂત ઉછાળો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાને કારણે ગૌતમ અદાણી એશિયાના નંબર વન અમીર બની ગયા છે.

સાઉદી અરામ્કો સાથેની ડીલ તૂટ્યા બાદ રિલાયન્સના શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.44 ટકાના ઘટાડા સાથે 2351.40 પર બંધ થયો હતો.
જ્યારે અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. અદાણી પોર્ટ્સ 4.63 ટકા વધીને 763, અદાણી એન્ટરપ્રાઇઝ 2.08 ટકા વધી 1742.90 પર, જ્યારે અદાણી ટ્રાન્સમિશન 0.36 ટકાના વધારા સાથે 1948 પર બંધ થયા હતા. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપની કુલ છ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. જેમાં આ ત્રણ કંપનીઓ સિવાય અદાણી ગ્રીન, અદાવી પાવર અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે.
છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 55 અબજ ડોલરનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં માત્ર 14.3 અબજ ડોલરનો વધારો થયો છે.23 નવેમ્બરના રોજ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના ડેટા અનુસાર, અદાણીની નેટવર્થ $88.8 બિલિયન હતી. તે જ સમયે મુકેશ અંબાણી $91 બિલિયનની નેટવર્થના માલિક હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
