ખુલી ગઇ પોલ, ભાજપના અધ્યક્ષે કચરો ફેંકાવી કરી હતી સફાઇ
નવી દિલ્હી, 7 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છ કરવાના હેતુથી 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. વડાપ્રધાને પોતે ઝાડુ લગાવીને આ અભિયાનની શરૂઆત કરી અને દેશવાસીઓને પણ આ અભિયાનમાં સામેલ થવાની અપીલ કરી.

નરેન્દ્ર મોદી જ્યાં આ અભિયાનને લઇને ગંભીર છે તો બીજી તરફ તેમની પાર્ટીના જ નેતા કથિત રીતે આ અભિયાનની હવા કાઢતાં જોવા મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પ્રદેશ ભાજપ આધ્યક્ષ સતીશ ઉપાધ્યાય અને સ્વચ્છ ભારત મિશનમાં સામેલ થયેલી આમ આદમી પાર્ટીથી અલગ થયેલી શાજિયા ઇલ્મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ મિશનની મજાક ઉડાવી છે.
જો આ ખુલાસાના અનુસાર સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જે જગ્યા પર આ લોકોએ સફાઇ કરી હતી, તે જગ્યા પર તેમના કાર્યક્રમ પહેલાં જ કચરો નાખવામાં આવ્યો હતો. આપ નેતા આશુતોષે ટ્વિટર પર આ સંબંધિત ફોટો પર અપલોડ કર્યો છે.
Pictures below exposes BJP's clean campaign. BJP president Satish Upadhyaya's stage managed cleaning. Shame. pic.twitter.com/10WKovT6EK
— ashutosh (@ashutosh83B) November 6, 2014 તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે હુમલો કરતાં કહ્યું હતું કે તમે સમાચાર પત્રમાં વાંચ્યું હશે, સતીશ ઉપાધ્યાયે પહેલાં રોડને ગંદો કરાવ્યો અને પછી સફાઇ કરી. અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીના આ અભિયાન પર પ્રશ્ન ઉભાં કરતાં કહ્યું કે દિલ્હીમાં ભાજપે સ્વચ્છ ભારત અભિયાનની સાથે દગો કર્યો છે. તો ભાજપ દ્વારા અત્યાર સુધી કોઇ પ્રતિક્રિયા મળી નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
