મધ્ય પ્રદેશમાં સગીરનુ અપહરણ કરીને ગેંગરેપ, આરોપીઓ ફરાર
હાથરસની ઘટના બાદ મધ્ય પ્રદેશમાં પણ સગીર યુવતી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે.
નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથે કથિત રીતે ગેંગરેપ બાદ તેની સાથે થયેલી બર્બરતાએ આખા દેશને હચમચાવી દીધો છે. લોકોમાં આ ઘટના બાદ ગુસ્સો છે. હાથરસની આ ઘટના બાદ મધ્ય પ્રદેશમાં પણ સગીર યુવતી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. મધ્ય પ્રદેશના ખરગોન સ્થિત મારુગઢ ગામમાં સગીર યુવતીનુ અપહરણ કરીને ત્રણ બદમાશોએ રેપ કર્યો. માહિતી અનુસાર 15 વર્ષીય યુવતી પોતાના ભાઈ સાથે આઈટીઆઈ પાસે સ્થિત ઝૂંપડીમાં રહેતી હતી અને તે ખેતરના માલિકના ત્યાં મજૂરી કરતી હતી.

ખેતરના માલિકે જણાવ્યુ કે આ ઘટના ગઈ રાતે 12.30 વાગ્યાની છે. ત્રણ બદમાશોએ ભાઈ-બહેન સાથે મારપીટ કરી, જ્યારે બંને ભાઈ-બહેનને આનો વિરોધ કર્યો તો આ લોકો ત્યાંથી જતા રહ્યા પરંતુ થોડી વાર પાછા આવ્યા અને કિશોરીનુ અપહરણ કરી લીધુ. આ લોકો કિશોરીને બાઈક પર બળજબરીથી બેસાડીને લઈ ગયા. કિશોરીના ભાઈએ રાતે લગભગ 1.40 વાગે ખેતરના માલિકને ફોન કર્યો ત્યારબાદ ખેતરમાં પહોંચ્યા. આસપાસ શોધતા કિશોરી મળી નહિ.
અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છૂટીને કિશોરી લગભગ 3 વાગે ઘરે પહોંચી. બીજી સવારે કિશોરીના ભાઈ અને માને પોતાની સાથે દુષ્કર્મની વાત જણાવી ત્યારબાદ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલિસ અધિક્ષક શૈલેન્દ્રસિંહ ચૌહાણ ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થિતિની માહિતી લીધી. કિશોરી પાસે ઘટનાની માહિતી લીધા બાદ તેનુ મેડિકલ કરાવવામાં આવ્યુ. પોલિસ સ્ટેશન પ્રભારી ગેહલોત સેમલિયાએ જણાવ્યુ કે અમે આરોપીઓની બાઈકની માહિતી મેળવવાની કોશિશ કરી રહ્યા છે. સાથે જ આરોપીઓની શોધ પણ ચાલુ છે અને જલ્દી અમે આરોપીઓની ધરપકડ કરીશુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
