છોટા હરિદ્વારમાં સ્નાન કરનારાઓના પગ ખેંચીને તેમના આભૂષણો લૂંટી લે છે અને પછી તેમને ડુબાડી છે
દિલ્હીની નજીક ગાઝિયાબાદમાં એક હેરાન કરી નાખે તેવો કેશ સામે આવ્યો છે. હકીકતમાં ગંગનહર કિનારે એક મંદિર પર છોટા હરિદ્વારનું બોર્ડ લાગ્યું છે, ત્યાં મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કરવા આવે છે.
દિલ્હીની નજીક ગાઝિયાબાદમાં એક હેરાન કરી નાખે તેવો કેશ સામે આવ્યો છે. હકીકતમાં ગંગનહર કિનારે એક મંદિર પર છોટા હરિદ્વારનું બોર્ડ લાગ્યું છે, ત્યાં મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કરવા આવે છે. પરંતુ લોનીના ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે મરજીવા અહીં સ્નાન કરવા માટે આવતા ભક્તો પાસેથી લૂંટફાટ કરી અને તેમની હત્યા કરી નાખે છે. લોનીના ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જર દ્વારા ડીએમને આ વિષે પત્રમાં લખી આ કેસની તપાસ કરવા માગણી પણ કરી છે.

ભાજપના ધારાસભ્યનો મોટો આરોપ
નંદ કિશોર ગુર્જર દ્વારા લખેલા પત્રમાં ગંભીર આરોપ લગાવામાં આવ્યો છે. પત્રમાં ધારાસભ્યોએ લખ્યું છે કે ગંગનહરમાં એક નાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેના પર છોટા હરિદ્વારનું બોર્ડ મૂકવામાં આવ્યું હતું. અહીં, દિલ્હી એનસીઆર ઉપરાંત હરિયાણા અને આસપાસના અન્ય રાજ્યો જે ભક્તો સ્નાન કરવા માટે આવે છે, તેમની પર મરજીવાની નજર રહે છે. સ્નાન દરમિયાન મરજીવા મહિલાઓ અને પુરુષોના પગ પકડી નીચે દબાવી દે છે અને તેઓ મૃત્યુ પામે છે. આ પછી તેઓ નહેરમાં પેહલાથી હાજર પત્થરો અને દોરડા સાથે લાશોને બાંધી દે છે જેથી તે ઉપર ન આવે.

મરજીવા ભક્તોની હત્યા કરી નાખે છે
ધારાસભ્યનો આરોપ છે કે આ પછી મરજીવા તેમના આભૂષણો કાઢી લે છે. એટલું જ નહીં, પછી તેઓ લાશ શોધવાના નામ પર પણ 20-25 હજાર રૂપિયા લઇ લે છે. ધારાસભ્યનો દાવો છે કે આ વર્ષે ગંગનહરમાં ઘણી સ્ત્રીઓ આ રીતે મૃત્યુ પામી હતી. જ્યારે એક છોકરી બચી જવાનો હવાલો આપી જણાવ્યું કે એ છોકરીએ બહાર આવીને કહ્યું હતું કે કોઈ નહેરમાં તેનો પગ ખેંચી રહ્યો હતો. જયારે હરિયાણાના મૃત વ્યક્તિના સંબંધીઓએ પણ એ પ્રકારની જ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

ધારાસભ્યએ કરી છે તપાસની માગણી
ધારાસભ્યના જણાવ્યા મુજબ, હરિયાણાના પરિવારના સભ્યોએ મરજીવાની મંદિરના પૂજારી સાથેની ચર્ચા વિશેની પણ વાત કરી હતી. તેમણે પત્રમાં લખ્યું હતું કે દરરોજ 2 થી 3 લાશો મળે છે. ધારાસભ્યએ જિલ્લા અધિકારીને પત્ર લખી તપાસ કરવા અને ગેંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
