ચલણી નોટો પરથી ગાંધીજીની તસવીર નહીં હટાવાય, જાણો શું કહ્યું સરકારે?
ચલણી નોટો પરથી ગાંધીજીની તસવીર હટાવવા મુદ્દે થઈ રહેલી ચર્ચા સંસદમાં પહોંચી છે. અહીં આ મુદ્દો ઉઠતા સરકારે ખુલાસો કર્યો હતો.
નવી દિલ્હી : દેશભરમાં ચલણી નોટો પરથી ગાંધીજીની તસવીર હટાવાઈ રહી હોવાની વાતો ચાલી રહી છે ત્યારે હવે સરકારે આ બાબતે ખુલાસો કર્યો છે. રાજ્યસભામાં સરકાર તરફથી કહેવાયુ છે કે, નોટ પરથી તસવીર હટાવવાની સરકારની કોઈ યોજના નથી.

ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીરો હટાવવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ મુદ્દો સંસદમાં ગુજ્યો હતો. આ મુદ્દે જવાબ આપતા નાણાં રાજ્ય મંત્રીએ કહ્યું કે, ભારતીય ચલણી નોટોમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની સરકારની કોઈ યોજના નથી. આ બાબતે લોકસભામાં પૂછવામાં આવ્યું હતું કે શું સરકારની ભારતીય ચલણી નોટોમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની કોઈ યોજના છે? ત્યારે રાજ્યમંત્રીએ જવાબ આપતા આ વાત કહી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલે મહાત્મા ગાંધી સાથે સાથે લક્ષ્મીજી અને ગણેશની તસવીરને ફોટો પર લગાવવા માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, નવી નોટો પર ગાંધીજીના સાથે સાતે શ્રી ગણેશજી અને શ્રી લક્ષ્મીજીનુંની તસવીર પણ લગાવવામાં આવે.
કેજરીવાલે કહ્યુ હતું કે, એક તરફ દેશનું ચલણ નબળું પડી રહ્યું છે તો બીજી તરફ અર્થતંત્ર પણ ડગમગી રહ્યું છે. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ. પાછલા દિવસોમાં આપણે બધાએ દિવાળી દરમિયાન લક્ષ્ણી અને શ્રી ગણેશની પૂજા કરી હતી. કેજરીવાલે કહ્યું કે, અત્યંત કપરા સંજોગોમાં પણ આપણે ભગવાન પર ભરોસો રાખીએ છીએ. આ સ્થિતિમાં હું અપીલ કરું છું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે લક્ષ્મી અને શ્રી ગણેશજીની તસવીર ભારતીય ચલણી નોટો પર છાપવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
