ગાંધી પરિવાર મને સેક્સ રેકેટમાં ફસાવી શકે છે : બાબા રામદેવ
નવી દિલ્હી, 22 ઓક્ટોબર : પોતાના ભાઇ રામભરત પર લગાવવામાં આવેલા અપહરણના આરોપ કેસમાં ભડકેલા યોગ ગુરુ બાબા રામદેવે જણાવ્યું છે કે ગાંધી ખાનદાનના કહેવાથી જ પોલીસે તેમના પરિવારને અપરાધી સાબિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. બાબએ જણાવ્યું કે જેનું અપહપણ થયાની વાત છે તે એક ચોર હતો અને યોગપીઠમાં પૂછપરછ બાદ તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. બાબા રામદેવે જણાવ્યું કે સરકાર અને ગાંધી પરિવાર કાલ ઉઠીને મને ડ્રગ અને સેક્સ રેકેટમાં પણ ફસાવી શકે એમ છે.

બાબા રામદેવે મંગળવારે સવારે ઇન્દોરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર હજી પણ વાધારી નીચ હરકત કરી શકે છે. તેમનું કાવતરું છે કે યોગપીઠમાં ક્યાંય પણ પ્રોફેશનલ તસ્કરો પાસે ડ્રગ્સ મૂકાવીને પકડાવી દો. પછી જુઓ કે બાબા રામદેવને બચાવવા માટે કોણ આવે છે. ઉપરાંત જે સેક્સ રેકેટ ચલાવનારા લોકો હોય છે તેમને પણ પતંજલિ યોગ પીઠમાં ઘુસાડો, તેમની ધરપકડ કરો અને કહો કે બાબા રામદેવ સેક્સ રેકેટ ચલાવે છે. વર્તમાન યુપીએ સરકારે લોકશાહીને મજાક બનાવી દીધી છે. સરકાર એક પરિવારની બંધક છે અને તેઓ જે ઇચ્છે છે તેમજ ચાલે છે.
તેમણે એમ પણ જણાવ્યું કે જન્મથી લઇને આજ સુધી સાથે બેઠો છું. આજે પણ આપને કહી રહ્યો છું, જે દિવસે ખોટો હોઉં, ત્યારે કોઇ મારો સાથ આપશો નહીં. ખોટામાં સાથ આપવા માટે હું ક્યારેય હાથ નહીં જોડું. પણ આ સરકાર તો સાચાને ખોટું સાબિત કરવા માટે તત્પર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
